Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

આઝાદી બાદ હજુ લોકો લોકશાહીના પુર્ણ હક્કો ભોગવી શકતા નથી !

બંધારણ શબ્‍દ નામનો રહયો છે તેની પવિત્રતા ગરિમા ઝળવાતી નથી વિશ્વની સૌથી મોટી લોકશાહી રાષ્‍ટ્રને નબળા પાડવા તર્કબધ્‍ધ પ્રયત્‍નો કરનારા સ્‍વાર્થી લોકોને ખુલ્લા પાડવાની જરૂર ઉભી થઇ છે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫: હિન્‍દુસ્‍તાન-ભારતની સ્‍વતંત્ર બાદ અઢી વરસ યાને ત્રીસ માસ આસપાસ તા.ર૬ મી જાન્‍યુઆરી ૧૯પ૦ હિન્‍દુસ્‍તાન-ભારતને પ્રજાસતાક રાષ્‍ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્‍યું અને વિશ્વની મોટામાં મોટી લોકશાહી તરીકે જાહેર થયું. હિન્‍દુસ્‍તાન-ભારતના નાગરીકો સ્‍વતંત્ર બંધારણ આપી લોકશાહી નાગરીકોના હક્કો પ્રાપ્ત થયા અફસોસ એ છે કે મળેલ હક્કો પુર્ણ રીતે આપણે ભોગવી શકતા નથી. બંધારણ શબ્‍દ નામનો રહયો. બંધારણ પવિત્રતા ગરીમા એટલી નબળી પાડી દેવામાં આવી છે કે દિશા-દશાનું અંતર પડી ગયું છે. વિશ્વની મોટામાં મોટી લોકશાહી રાષ્‍ટ્ર અંદરથી નબળુ પડી રહયું. તર્કબધ્‍ધ અને તર્કનો યોગ્‍ય ઉપયોગ સ્‍વાર્થ માટે પુરેપુરો ઉપયોગ કરી રહયા છે ત્‍યારે વિક્રમ સવંત ર૦૭૯ના વરસમાં મહાશુદ પ (પાંચમ) વસંત પંચમીના પ્રજાસતાક રાષ્‍ટ્ર યાને વિશ્વની મોટામાં મોટી લોકશાહી ૭૪ (ચુમોતેર) વરસમાં મંગલ પ્રવેશ કરશે અને વિક્રમ સવંત ર૦૮૦ સાલ ઇશ્વીસન ર૦ર૪ની સાલ આવનારી તા. ર૬ મી જાન્‍યુઆરી ૭પ મું વરસ અમૃત મહોત્‍સવ તરીકે ઉજવાશે.

બ્રિટીશ શાસક વડાપ્રધાન શ્રી ચર્ચીલે રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજીને જણાવેલ કે મી. ગાંધી ભારત યાને હિન્‍દુસ્‍તાનની આઝાદી સ્‍વતંત્રતાને હજુવાર છે. ઉતાવળ કરોમાં સ્‍વર્ગસ્‍થ રાષ્‍ટ્રપિતા પણ જાણતા હતા પરિસ્‍થિતિ વણસી રહી છે. કાબુ બહાર જશે, મુશ્‍કેલી રહેશે તેમજ ભારત-હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્ર સંગ્રામની લડતમાં પાકિસ્‍તાન રાષ્‍ટ્રપતિ મહંમદ અલી ઝીણા મુસ્‍લીમ લીગ અન્‍યોની હિલચાલ મુશ્‍કેલી સર્જી દેશે. વાત મહાત્‍મા ગાંધીજી બ્રિટીશ વડાપ્રધાનશ્રી ચર્ચીલ બ્રિટીશ સરકારને જણાવી સને ૧૯૪૬ નિર્ણય લેવાયેલ તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭ના ભારત-હિન્‍દુસ્‍તાનને આઝાદ સ્‍વતંત્રતા આપી દેવી. સુકાન કોંગ્રેસને સોંપવુ તે પહેલા જ બ્રિટીશ શાસન કુર્તાઓને ખ્‍યાલ આવી ગયેલ કે હિન્‍દુસ્‍તાન ભારતનું શાસન છોડી દેવુ પડશે. ઠંડી-અહિંસક લડત મજબુત બનતી જાય છે જે ચર્ચા નિર્ણય ઔપચારીક સને ૧૯૩૬ બ્રિટીશ શાસન ઇંગ્‍લેન્‍ડમાં લેવાયેલ ધીમે ધીમે બ્રિટીશ શાસકો હિન્‍દુસ્‍તાન ભારતની સ્‍વતંત્રતા માટે તૈયારી શરૂ કરી બંધારણમાં પણ ફેરફાર શરૂ થયો.

બ્રિટીશ શાસકોએ હિન્‍દુસ્‍તાન ભારતનું શાસન ટકાવી હિંસક પ્રલોભનકારી દમન કારી નીતી ઝડપીને જીલી બનાવી અંદરોઅરંદર ફાટફુેટ શરૂ કરી પ્રલોભનકારી શાસન શરૂ કર્યુ. આપણી એક ભુલ કે અણસમજ કે ઉદાસીનતા ગણી કે જે ગણીએ પરંતુ બ્રિટીશ શાસનના દેશભકત બ્રાહ્મણ સિપાહી મંગલ દેશ પાંડે બ્રિટીશરોની મેલી રાજરમત ધર્મ અભાડવાની બહાર આવી તે સમય બંદુકમાં કાર્ટીસનો ઉપયોગ ગોળીઓનો કરાતો તેમાં ગૌમાંસ લગાડવામાં આવતુ તેની જાણકારી  દેશભકત બ્રાહ્મણ સિપાહી મંગલ પાંડે પર્દાફાશ કરી જે તે સમયે ભારત હિન્‍દુસ્‍તાનની સ્‍વતંત્રતા લડત લડનારા દેશ ભકતો ઝાંસી (ગ્‍વાલીયર)ના મહારાણી શ્રી લક્ષ્મીબાઇને પહોંચાડી તે પહોંચે તે પહેલા બ્રિટીશ શાસકોએ નાકાબંધી કરી મંગલ પાંડેની ધરપકડ કરી  લક્ષ્મીબાઇ દરીયાઇ રસ્‍તે રસ્‍તે બરીમા રસ્‍તે પહોંચ્‍યા મોડા પડયા.

મંગલ પાંડેની ફાંસી આપવામાં આવી હતી તેણે હસતા હસતા મુખે ફાંસીના માચડે લટકાણા. લક્ષ્મીબાઇએ બળવો કર્યો. જલીયાનવાલા બાગ હત્‍યાકાંડ સને ૧૮૫૭ નો બળવો તોપ મંડાણી તોપ સાથે બાંધી સ્‍વતંત્ર સંગ્રામની લડતના લડનાર દેશભકતો ડગ્‍યાની કાંઇક ઇતિહાસના પાનેથી અંશરૂપ વિગત માત્ર નોંધ લીધી. કારણ આજના શાસનકર્તા જે દિશા પ કડી છે તે આજ નહિ તો આવતીકાલે યાને ભવિષ્‍ય માટે ચિંતાજનક નવી પેઢી જુઠ્ઠી દંભી રાજકારણીઓની વાણીથી છેતરાય નહી. તેઓની વાણીમાં અને તેના દયમાં શુ રંધાય છે. તે વાંચવુ મંથન કરવુ જરૂરી છે. ભલે આપણી રાજનીતી સત્‍ય ધર્મ અહિંસક રહી છે. ગૌતમ બુધ્‍ધના સિધ્‍ધાંત પર રહી છે અને અપનાવી છે. માત્ર ઉચ્‍ચારણ રહયું.

આફ્રિકાના પૂર્વ પ્રમુખ નેલ્‍સન મંડેલા શું કહે છે કે, જે વાકય જે આફ્રિકા યુનિવર્સિટીના પ્રવેશ દ્વારા કોતરેલ છે. યુનિવર્સિટીમાં આવતા જતા નાગરીકો અરજદારો કે વિદ્યાર્થી પ્રજાજનો વાંચી સત્‍ય સમજી શકે જયારે આથી ઉલ્‍ટું આધુનિક શિક્ષણના ભારત-હિન્‍દુસ્‍તાન નબળુ પડતું જાય છે. આજનો વિદ્યાર્થી ગમે તેવી ડીગ્રીઓ પ્રાપ્ત કરે છે. સમાજમાં વાહવાહ કહેવડાવે છે. પરંતુ અક્ષર જ્ઞાનમાં શુન્‍ય અવકાશનું સર્જન કરે છે. મોબાઇલ યુગે પ્રગતિ -વિકાસને કયાં મુકી દીધેલ છે....?

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્‍સન મંડલાનું મંતવ્‍ય મારા મતે વર્તમાન સમયમાં યોગ્‍ય જીવંત છે અને અનુભવાય છે.

કોઇપણ દેશના વિનાશ માટે અણુ બોમ્‍બ કે લાંબા અંતર સુધીની ક્ષમતા ધરાવતા મિસાઇલની આવશ્‍યકતા નથી.  માત્ર શિક્ષણનું સ્‍તર નીચું લાવવાથી પરીક્ષામાં કોપી કરવાની છૂટ આપવાથી આ કામ થઇ શકે છે. કારણ કે આ રીતે ભણેલા ડોકટરોથી દર્દીઓના મોત થઇ શકે છે. અને આવા એન્‍જિનીયરોએ બાંધેલા મકાનો સ્‍વયંમ જમીન દોસ્‍ત થઇ જશે. અર્થશાષાીઓ  અને હાથે ન્‍યાયનું ગળું ઘુંટી દેવાશે. ધાર્મિક લોકોના હાથે જ માનવતાનું મૃત્‍યુ થશે. આનો અર્થ એ જ કે શિક્ષણનું પતન એટલે રાષ્‍ટ્રનું પતન (હાલ આપણો દેશ આ દિશા તરફ નેતાઓ-સરકારી પદાધિકારીના આગ્રહથી આગળ જઇ રહ્યો છે),

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્‍સન મંડેલાનું આવ્‍યા સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીના દ્વારે કોતરાવેલું છે. બહુમત ભારતીઓ નાગરીકોના મતે પ્રજાપતથી ચૂંટાયેલા પ્રતિનિધીઓ - અધિકારીઓ ભ્રષ્‍ટાચારથી ખદબદે છે. અપવાદ બાદ કરતાં વહેવારમાં છે. ભ્રષ્‍ટાચારથી ખદબદે છે. અને  દિનપ્રતિદિને વધતો જાય છે. વિનાશ તરફ આગળ વધી રહેલ છે કે શું.

બીજું નગ્ન સત્‍ય અને હકિકત એ છે કે પૂર્વ ગુજરાતની વડી અદાલતના અને ભારતની સર્વોચ્‍ચ અદાલતના જસ્‍ટીશ જે. બી. પારડીવાલા માર્મીક ટકોર ભ્રષ્‍ટાચારના ગુન્‍હામાં એક ડોકટરની સંડોવણી બહાર આવતાં જામીન અરજીનાં ચુકાદામાં જણાવેલ છે.

દરેક કર્મ સાથે તેનું ફળ સાત્‍વિક રીતે જોડાયેલ છું તમારી શકિતનો ઉપયોગ રચનાત્‍મક અને પ્રજાકિય કાર્યોમાં કરો સાત્‍વિક. ભાડુતી હત્‍યારાઓ કરતાં ભ્રષ્‍ટ નેતાઓ અધિકારીઓ વધુ ખતરનાક હોય છે. આ વાકય ઘણું આપને સમજાવે છે. રાહુ બતાવે છે. પરંતુ તે સમજવા માટે વિચારવા માટે ???  ફરી રાષ્‍ટ્રપિતા પૂ. મોહનદાસ કરમચંદ ગાંધી યુગ જન્‍મ લેવાનો નથી. મર્યાદા પુરૂષોતમ શ્રીરામચંદ્ર, યોગેશ્વર શ્રી કૃષ્‍ણ, ગૌતમ બુધ્‍ધ, ર્તિથંકર મહાવીર વારંવાર જન્‍મ લેતા નથી. સમય આંતરે લ્‍યે. કે વારંવાર વેદવ્‍યાસ પણ જન્‍મ લેતા નથી. કે જે પુરાણોની રચના કરી શકે.

વાલ્‍મીક ઋષિ-વાલીયો લૂંટારો હતો. દેવર્ષિ નારદે ‘રામ' મંત્ર આપી ઋષિ બનાવી દીધા રામાયણ જેવો અમુલ્‍ય ગ્રંથ આપ્‍યો. રામરાજય સમજાવ્‍યું તેને અનુસરી સંત તુલસીદાસ આશરે છસો વરસ પહેલાં રામચરીત માનસગ્રંથ અને  હનુમાન ચાલીસા આપી કાંઇને કાંઇ પે્રરણા ભવિષ્‍ય વિચારવા આપતા ગયા. છતાં આપણે સમજી શકતા નથી. અંધકારમાં જ આંટા મારીએ છીએ. બહાર આવવા વિચારાતું નથી.

(2:52 pm IST)