Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગીર સોમનાથ જીલ્લાના બેડીયાની સીમમાંથી ૧પ લાખનો દારૃ-બિયર જપ્ત

ર ઝડપાયાઃ ર શખ્સોની શોધખોળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજાનાઓએ જીલ્લામાં પ્રોહિબિશની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી.

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર તથા પો.કોન્સ, સંદીપસિંહ ઝણકાટ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ, જયરાજસિંહ ગોહિલ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે બેડીયા ગામની સીમાડા નામે ઓળખાતી સીમમાં વાડીમાંથી ( ૧) દિપકભાઇ ઉર્ફે દિપુ ઉકાભાઇ જાદવ, ઉ.વ.૩૬, રહે. ઉમેજ તા.ઉના જી. ગીર સોમનાથ (વાડીમાલીક) (૨) સિધ્ધરાજ ભરતભાઇ ગોહિલ, ઉ.વ.૧૯ રહે.સામતેર, તા.ઉના જી. ગીર સોમનાથની ધરપકડ કરી છે. જયારે જગદિશ ઉર્ફે જગી રહે.નાની દમણ અને સાગર લોહાણા રહે.સાવરકુંડલા જી.અમરેલીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે કુલ મુદામાલ કિ.રૃ.૩૦,૧૭,૨૦૦/ જપ્ત કર્યો છે.

(૧) આરોપી દિપકભાઇ ઉર્ફે દિપુ ઉકાભાઇ જાદવ વિરૃધ્ધ ઉના પો.સ્ટે. -ોહી ૯૩ મુજબ ૮૬/૨૦૨૦ તથા ૧૧૨/૨૦૨૧ મુજબ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા, તથા એ.એસ.આઇ. મેસુરભાઇ વરૃ, નરેન્દ્રભાઇ કછોટ, રામદેવસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા પો.કોન્સ. સંદિપસિંહ ઝણકાટ, ઉદયસિંહ સોલંકી, તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ, જયરાજસિંહ ગોહીલ તથા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. ગોપાલ મકવાણા ડ્રા.પો.કોન્સ. રાજુભાઇ પરમાર નરેન્દ્રસિંહ પરમારે કરી છે.(

(2:42 pm IST)