Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વિસાવદર સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૩: વિસાવદરની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલના વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાયૅક્રમોની સાથે તેજસ્વી વિધાર્થીઓના સન્માન,શાળાના વિવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગૌઆધારિત કૃષિના પ્રચારક પ્રવિણભાઈ આંસોદરીયા,સંસ્થાના ટ્રસ્ટીઓ મધુભાઈ પટોળીયા(અગ્રણી ઉધોગપતિ રાજકોટ), બી.એમ.વિરાણી(પૂર્વ એડીશનલ કલેકટર), નિવૃત ડાયેટ પ્રાચાર્ય,પૂવૅ અધ્યક્ષશ્રી ,ગુજરાત સંસ્કૃત બોર્ડ શ્રી કનુભાઈ કરકરે પ્રસંગોચિત વકતવ્યોઓ આપ્યા હતા. સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ શાળા કેમ્પસમાં મધુભાઈ પટોળીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું.ઉદ્ઘાટક મધુબેન એમ. પટોળીયા તથા ગીતાબેન બી.વીરાણી હતાં.ટ્રસ્ટીશ્રી વી.બી.વસોયા હાજર હતી.વાલીગણ સાથે સ.પ.એ.ટ્રસ્ટ જુનાગઢના ટ્રસ્ટીશ્રીઓ ચુનીભાઈ રાખોલીયા,ભાવેશભાઈ ત્રાપસીયા, અંજનાબેન જે.ઠેસિયા, અશોકભાઈ માલવિયા હાજર રહ્યા હતા. બાળકો દ્વારા રજુ કરાયેલ વિવિધ કૃતિઓની અસર વાલીગણની આંખોમાં-હૈયાને ભીંજવીને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી હતી.સંસ્થાના પ્રમુખ જે. કે. ઠેસિયાના માર્ગદર્શન તળૈ કેમ્પસ ડાયરેકટર સુરેશ ફૂલમાળીયા,પ્રિન્સીપાલ પ્રફૂલ વાડદોરિયાઁસ્ટાફેજહેમત ઉઠાવી હતી. ઉદઘોષક જીગર રાદડીયાનુ સન્માન કરવામાં આવ્યુ હતું.અગ્રણીઓ વિપુલભાઇ કાવાણી,અશ્વિન સરધારા,ભરતભાઇ વીરડીયા,જયશ્રી બેન. વસોયા,  સી.વી.ચૌહાણ,ગઢવી,અરવિંદભાઈ ગોંડલીયા,શૈલૈશભાઈ ભૂવા,નીતિન ડોબરીયા,મુકેશ રીબડીયા વિગેરે હાજર રહયા હતા

(2:48 pm IST)