Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામજોધપુરના માલવડા નેસ વિસ્તારમાં પથ્થરની

ખાણમાં ૫૪.૮૧ લાખની વિજ ચોરી ઝડપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૫ : ખાનગી બાતમીના આધારે વિજિલન્સ વિભાગ-પીજીવીસીએલ રાજકોટ તથા કાર્યપાલક ઇજનેર જામજોધપુરની સીધી દેખરેખ અને રાહબરી હેઠળ વિજિલન્સ વિભાગ રાજકોટ તથા જામનગર વર્તુળની ચાર ચેકિંગ સ્કવોડ દ્વારા જીયુવીએનએલ પોલીસની બે ટુકડીના રક્ષણ સાથે જામજોધપુર તાલુકાના માલવડા નેસ વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણ વિસ્તારમાં મોડી રાત્રે વીજ-ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.

 ચેકિંગ કાર્યવાહી દરમ્યાન એક પથ્થરની ખાણમાં ૧૧ કે.વી.લાઇનમાં ડાયરેકટ હુકિંગ કરી, બિન-અધિકૃત ટ્રાન્સફોર્મર જોડાણ કરી, ખાણમાં આવેલ વીજ વપરાશની મશીનરી જોડાયેલ ૩૭,૭૭૦ કી.વો. લોડમાં બિન-અધિકૃત વીજ-વપરાશ માલૂમ પડતાં, આસામી થડાભાઇ નથુભાઇ વૈશ તથા ભોજાભાઇ અમરાભાઇ વૈશ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, સ્થળ પરથી વીજચોરીમાં વપરાયેલ ટ્રાન્સફોર્મર તેમજ વીજ-વાયરો જપ્ત લઇ, રૃા. ૫૪.૮૧ લાખનું પૂરવણી બીલ ઇસ્યુ કરી, પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

(2:48 pm IST)