Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે બોટાદમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી

આચાર્ય દેવવ્રતજી, ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે : અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત

રાજકોટ, તા. રપ : કાલે બોટાદમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવશે.

જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.

બોટાદના આંગણેથી જિલ્લાની જનસુખાકારીમાં વધારો થાય તે હેતુથી શહેર તથા જિલ્લાના રૃા. ર૯૭.પ૬ કરોડના ખર્ચે ૩૭૬ વિકાસ પ્રકલ્પોનું આજે બોટાદ માર્કેટીંગ યાર્ડ, પાળિયાદ રોડ ખાતેથી સવારે ૧૧ કલાકે મુખ્યમંત્રી હસ્તે ઇ-લોકાર્પણ -ખાતમુહુર્ત તથા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

જેમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા બોટાદ જિલ્લાના મુખ્ય માર્ગોમાં પરિવહનની સુવિધામાં વધારો થાય તે માટે અંદાજે રૃા. ૪પ.પ૦ કરોડના પ (પાંચ) કામોનું લોકાર્પણ તથા રૃા. ર૭.૧૭ કરોડના ર કામનું ખાતુમુહૂર્ત અને રૃા. ૩પ.૬૦ કરોડના ર કામનું ભૂમિપૂજન કરાશે. તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૃા. ૪.૦૦ કરોડના ર કામનું લોકાર્પણ અને રૃા. ર૯.૪૦ કરોડના ૧૭ કામનું ખાતુમુહૂર્ત કરાયું હતું.

પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૃા. ૯પ.૯૪ કરોડનાં ૧ કામનું લોકાર્પણ થવાની સાથે શહેરી વિકાસ વિભાગ નગરપાલિકા દ્વારા રૃા. પ.ર૭ કરોડના ૯૯ કામનું લોકાર્પણ, રૃા. ૩.રર કરોડના ર૩ કામનું ખાતમુહૂર્ત તથા રૃા. ૭.૯ર કરોડના ૧ કામનું ભૂમિપૂજન કરાયું છે.

બોટાદ જિલ્લાના રમતવીરોને ઘર આંગણે જ રમત-ગમત સંકુલનો લાભ મળે તે માટે રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રૃા. ૧પ.૪૭ કરોડના ૧ કામનું ખાતમુહૂર્ત કરવા ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) ના રૃા.પ.૭પ કરોડનાં ૧ર૦ કામનું લોકાર્પણ તથા રૃા. ૦.૪૪ કરોડનાં ર૬ કામનુ ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગ દ્વારા રૃા. ૦.૦૭ કરોડના ૮ કામોનું લોકાર્પણ, રૃા. પ.૪૮ કરોડના ર કામનું ખાતમુહૂર્ત સહિત કૃષિ અને સહકાર વિભાગ (રાજય) દ્વારા રૃા. ૧૩.પર કરોડના ૧ કામનું લોકાર્પણ તેવી જ રીતે પંચાયત વિભાગ દ્વારા રૃા. ૧.૦૮ કરોડના ૩૩ કામનું લોકાર્પણ અને રૃા. ૦.પર કરોડના ૧૬ કામનું ખાતમુહૂર્ત, મહિલા અને બાળક વિકાસ વિભાગ  દ્વારા રૃા. ૦.ર૮ કરોડના ૪ કામનું લોકાર્પણ તથા રૃા. ૦.પપ કરોડના ૧૦ કામનું ખાતમુહૂર્ત અને સિંચાઇ વિભાગ (રાજય ) દ્વારા રૃા. ૦.૩૬ કરોડના ૩ કામનું ખાતુમુહૂર્ત કરાયું.

(1:46 pm IST)