Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ધોરાજી દેવીપૂજક સમાજ દ્વારા બોટાદની ઘટનાને ગંભીર ગણી રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

બોટાદમાં દેવીપુજક સમાજની નવ વષઁની બાળકી ઉપર દુષ્કર્મ અને મર્ડર કરવામાં આવ્યુ તે બાબત ધોરાજી દેવીપુજક સમાજે જાહેરમાં રેલી યોજી આરોપીને કડકમાં કડક સજા કરો તેવી માગણી સાથે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને પાઠવી જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી દેવીપૂજક સમાજ દ્વારા બોટાદની ઘટનાને ગંભીર ગણી રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

 બોટાદમાં દેવીપુજક સમાજની નવ વષઁ ની બાળકી ઉપર દુષ્કર્મે અને મર્ડર કરવામાં આવ્યુ તે બાબત ધોરાજી દેવીપુજક સમાજે જાહેરમાં રેલી યોજી આરોપીને કડકમાં કડક સજા કરો તેવી માગણી સાથે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને પાઠવી જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો
ધોરાજી દેવીપુજક સમાજના અગ્રણી તુલસીભાઈ મકવાણા આશિષભાઈ જેઠવાએ જણાવેલ કે તારીખ ૧૬.૦૧.૨૦૨૩ ના રોજ ગુજરાતના બોટાદ ગામમાં દેવીપુજક સમાજની નવ વષઁ ની બાળકી સાથે દુષ્કર્મોં અને મર્ડર કરવામાં આવ્યુ તે સંદર્ભે આજ રોજ ધોરાજીના ગાંધીજીની પ્રતિમાં થી ડેપ્યુટી કલેકટર ,કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર જે દેવીપુજક સમાજની દીકરી સાથે દુષ્કમૅ અને મર્ડર કરવામાં આવ્યુ તે સંદર્ભે આરોપી નરાધમોને કડકમાં કડક અને ફાંસીની સજા આપવા માગણી કરેલી હતી
 આજરોજ ધોરાજીના સમગ્ર દેવીપુજક સમાજ અને રાજકોટ જીલ્લાના મહામંત્રી તુલસીભાઈ મકવાણા તેમજ ધો૨ાજીના સામાજીક આગેવાન આશીષભાઈ જેઠવાએ રેલી યોજી આરોપીઓને ફાંસીની સજા આપવા રેલી યોજેલ ભોગ બનેલ દીકરી અને તેના પરિવારને ન્યાય મળેઅને સ૨કા૨ પાસે અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી આરોપીઓને ફાંસી આપવામાં આવે અનેભોગ બનેલ દીકરી અને તેના પરિવારને સરકાર સહાયરૂપ થાય તેવી આવેદનપત્રમાં માગણી કરી હતી રેલીમાં મોટી સંખ્યામાં દેવીપુજક સમાજ જોડાયો હતો

(10:23 pm IST)