Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ધોરાજીમાથી કિશાન ટ્રેન ઉપડ્યા બાદ રેલવે વિભાગ દ્વારા ધોરાજી થી ફરી એક ગુડશ ટ્રેન શરૂ

ધોરાજી રેલવે સ્ટેશન થી તમિલનાડુના ચાંદી પુરમ જવા રવાના :1300 ટન ઓઇલ ડી કેક ( મગફળીનો ખોળ) ધોરાજી થી તમિલનાડુના ચાંદી પુરમ જશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમ વખત કિસાન રેન્ક ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યું હતું અને ચાર વખત ધોરાજીમાં થી ટ્રેન બાંગ્લાદેશ બાદ ગૌહાટી રવાના કરવામાં આવી હતી અને ડુંગળી મગફળીના ના ખોળ  ભારત સરકાર દ્વારા ધોરાજી માંથી પ્રથમ ભારત સરકાર દ્વારા કિસાન રેન્ક ટ્રેન શરૂ થતા આ વિસ્તારના ખેડૂતો ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા હતા
બાદ ભારત સરકાર દ્વારા ધોરાજી માંથી lockdown ના ઘણા સમય બાદ ફરી ગુડ્સ ટ્રેન નો શરૂ કરવામાં આવતા 1300 ટન ઓઇલ ડી કેક ( મગફળી ના ખોળ) ની ટ્રેન ધોરાજીમાં થી રવાના થઈ હતી
આ સમયે ધોરાજીના ઓલ મીલ ના સંચાલક અને વેપારી રમેશભાઈ બાલધા એક જણાવેલ કે ધોરાજી પંથક વર્ષો પહેલા વેપાર ક્ષેત્રે ખૂબ જ આગળ હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ પાયમાલ થઈ રહ્યા હતા પરંતુ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતમાં ખાસ કરીને ધોરાજીમાં થી પ્રથમ કિસાન રેન્ક ટ્રેન હાલ માં ધોરાજી તેમજ સૌરાષ્ટ્રના ડુંગળીના ખેડૂતો અને વેપારીઓને પોતાની ડુંગળીના પોષણક્ષમ ભાવો મળ્યા હતા અને ધોરાજીમાં થી પ્રથમ બાંગ્લાદેશ બાદ ગૌહાટી કુલ ચાર ટ્રેનો રવાના થઇ હતી જેના માધ્યમથી ડુંગળીના ભાવ વધ્યા છે અને ખેડૂતો ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા હોય એવું જોવા મળ્યું છે
 બાદ રેલવે મંત્રાલય ના માધ્યમથી અને ભાવનગર ડિવિઝન દ્વારા ધોરાજી માંથી અમોને વેપારીઓને ગુડ્સ ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા મળતા આજરોજ 1300 ટન મગફળી નો ખોળ ધોરાજી માંથી આજે રવાના કર્યો છે જે માત્ર ત્રીજા દિવસે સ્થળ ઉપર પહોંચી જશે જેના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓને પણ ફાયદો થશે કારણ કે ટ્રક દ્વારા મોકલવામાં આવતો માલ સમયસર પહોંચતો નહોતો તેમ જ તેમના ભાડા પણ વેપારીઓને પોશાતા ન હતા
 પરંતુ ટ્રેનના માધ્યમથી તાત્કાલિક સમયસર અને ઓછા ભાડામાં આ લાભ મળ્યો છે જેથી આ વિસ્તારના ઉદ્યોગકારોને તેમજ વેપારીઓને ફાયદો થાય તેવી સંભાવના છે
આ બાબતે ભારત સરકારનો તેમજ રેલવે મંત્રાલય અને ભાવનગર ડિવિઝન નો આભાર માન્યો હતો
ધોરાજી રેલવે વિભાગના અધિકારી આર.એસ ચાંદાણી એ જણાવેલ કે રેલવે મંત્રાલય ભારત સરકાર તેમજ ભાવનગર ડિવિઝન ના માધ્યમથી ધોરાજીના ખેડૂતો તેમજ વેપારીઓને ફાયદા માટે કિસાન રેન્ક તેમજ ગુડ્સ ટ્રેન ફાળવી છે જેના માધ્યમથી આ વિસ્તારના લોકો અને ફાયદો થવાનો છે અને હજુ ખેડૂતોની વહારે ભાવનગર ડિવિઝન રહેવાનું છે

(7:30 pm IST)