Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સાયલાના સાપર જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ઉચાપતની ફરીયાદ

ખોટા પેપરો ઉભા કરી રૂ.૨૪.૪૬ની ગ્રાંટ આવી હોવા છતાં ખોટ દર્શાવી ગેરરીતી આચરી

વઢવાણ,તા.૨૫ : સાયલા તાલુકાની સાપર જુથ સેવા સહકારી મંડળીના તત્કાલીન -મુખ અને મંત્રી દ્વારા પોતાના અંગત લાભ માટે મોટા પ્રમાણમાં ખોટા પેપરો ઉભા કરી મંડળીમાં વર્ષ ૨૦૧૫-૧૬માં મુળી પુનઃ સ્થાપન ગ્રાંન્ટ રૂ.૨૪,૪૬,૧૨૫ જેટલી રકમ આવી હોવા છતાં વર્ષ ૨૦૧૯ સુધી મંડળીની ખોટ સરભર ન કરી ખોટ દર્શાવી સરકારી ગ્રાન્ટનો પોતાના અંગત હિત માટે ઉપયોગ કર્યો હોવાનો તેમજ પાક વિમાની મળેલ સહાય પણ ખેડુતોને ફકત પેપર ઉપર દર્શાવીને નાણાકીય ઉચ્ચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

 તેમજ એક જ ઘરના ત્રણ સભ્યો નિયામક મંડળમાં કાયદાની વિરૂધ્ધમાં જઈને રાખ્યા હતાં જેથી તેઓની બહુમતના જોર નિર્ણયો લઈ ફકત અંગત હિતના નીર્ણય લઈ મોટાપાયે ગેરરીતી આચરી શકે આથી આ અંગે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સાયલા તાલુકાના ઢેઢુકી ગામના યુવક અને યુવા ભાજપ મંત્રી ગણેશભાઈ કોસીયાણીયાએ જીલ્લા રજીસ્ટ્રાર કચેરી સહિત સામાજીક આયોગમાં લેખીત અરજી કરી હતી.

(11:03 am IST)