Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સવારે ઝાકળ સાથે ઠંડો પવનઃ ફરી ખુશનુમા વાતાવરણ

જો કે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા સૂર્યનારાયણના દર્શન સાથે જ અસહ્ય ઉકળાટઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થઈ હતી અને ઠંડો પવન પણ ફુંકાયો હતો.  આજે સવારે હવામા ભેજનુ પ્રમાણ વધતા જોરદાર ઝાકળવર્ષા થઈ હતી અને વાહન વ્યવહાર ઉપર પણ ભારે અસર પડી હતી.  સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ ગયુ હતુ અને જેમ જેમ દિવસ પસાર થતો ગયો હતો તેમ તેમ ગરમીમાં સતત વધારો થતો જાય છે. બપોરે ધોમધખતા તાપ સાથે અસહ્ય ઉનાળાનો અહેસાસ થાય છે.  આ સવારના સમયે જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમા તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્યા હતા અને વાહન વ્યવહારને ભારે અસર પડી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી, લઘુતમ ૧૭ ડિગ્રી, હવામા ભેજ ૯૧ ટકા અને પવનની ઝડપ ૫.૮ કિ.મી. રહી હતી.

કયાં કેટલુ લઘુતમ તાપમાન-ભેજ

શહેર

ભેજનું પ્રમાણ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૭૩ ટકા

૧૯.૦ ડિગ્રી

ડીસા

૫૭   ''

૧૬.૨  ''

વડોદરા

૭૮   ''

૧૮.૪  ''

સુરત

૬૪   ''

૨૧.૬  ''

રાજકોટ

૯૧   ''

૧૯.૨  ''

કેશોદ

૭૭   ''

૧૬.૬  ''

ભાવનગર

૫૪   ''

૨૦.૬  ''

પોરબંદર

૭૭   ''

૧૫.૪  ''

વેરાવળ

૮૧   ''

૨૦.૩  ''

દ્વારકા

૭૨   ''

૨૨.૮  ''

ઓખા

૯૧   ''

૨૦.૮  ''

ભુજ

૯૪   ''

૧૮.૯  ''

નલીયા

૮૮   ''

૧૬.૫  ''

સુરેન્દ્રનગર

૯૦   ''

૧૮.૫  ''

ન્યુ કંડલા

૯૨   ''

૧૭.૭  ''

કંડલા એરપોર્ટ

૯૮   ''

૧૫.૬  ''

અમરેલી

૪૬   ''

૧૭.૦  ''

ગાંધીનગર

૭૩   ''

૧૪.૦  ''

મહુવા

૬૯   ''

૧૯.૩  ''

દિવ

૫૬   ''

૧૯.૪  ''

વલસાડ

૮૪   ''

૧૨.૫  ''

વલ્લભવિદ્યાનગર

૬૩   ''

૧૮.૮

(12:44 pm IST)