Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ભાવનગરમા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૪૫ કેસો પૈકી માત્ર ૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૪૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા વલ્લભીપુર ખાતે ૨ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૪૫ કેસ પૈકી હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે

   
(8:23 pm IST)