Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ચુડાનાં કરમડની યુવતીનાં ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી કૌટુંબીક ભાઈએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું

પરિવારજનોએ હિંમત અને સાથ આપતા યુવતીએ વિનોદ પરમાર વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ચુડા તાલુકાનાં કરમડ ગામની યુવતીનાં તેના કૌટુંબીક ભાઈ વિનોદ નાથાભાઈ પરમારે લગભગ છ વર્ષ પહેલા યુવતીનો જાણ બહાર મોબાઈલ ફોનમાં ફોટો પાડી લીધા હતા. ફોટા ઈન્ટરનેટ પર ફરતા કરી દેવાની ધમકી આપી અમદાવાદ રહેતા પુંજાભાઈ પિતાંબરભાઈનાં ઘરમાં લઈ જઈ યુવતી સાથે અવાર-નવાર દુષ્કર્મ કરતો હતો. સમાજમાં બદનામ થવાનાં ડરે 1 વર્ષ સુધી યુવતીએ બધું સહન કર્યું હતું.

 પાંચેક વર્ષ પહેલાં ધ્રાંગધ્રા તાલુકાનાં વાવડી ગામે યુવતીનાં લગ્ન થયા હતા.લગ્ન બાદ યુવતી જયારે પણ પિયર કરમડ ગામે આવતી ત્યારે-ત્યારે કૌટુંબીક ભાઈ વિનોદ પરમાર યુવતીનાં ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરી કે યુવતીનાં પતિને દેખાડી દેવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને મળવા બોલાવતો હતો. યુવતીએ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી સમગ્ર ઘટના અંગે માતા, પિતા, ભાઈ, ભાભીને જાણ કરી દીધી હતી. પરિવારજનોએ હિંમત અને સાથ આપતા યુવતીએ વિનોદ પરમાર વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

(11:31 pm IST)