Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબી સરસ્વતી શિશુ મંદિર ખાતે રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર.

મોરબી :  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં સરસ્વતી શીશુમંદિર, શનાળા ખાતે નિ:શુલ્ક યોગ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે “હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ” કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ, તેમજ યોગના પ્રચાર પ્રસાર અંગેનો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
“હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ” કાર્યક્રમ અંતર્ગત એક દિવસની નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિરનું આયોજન 26 માર્ચ ને રવિવારે સવારે 6 થી 8 દરમિયાનશ્રી સરસ્વતી શિશુમંદિર, શકત શનાળા (મોરબી રાજકોટ હાઇવે, પટેલ સમાજ વાડીની બાજુમાં) ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 લિંક પર રજિસ્ટ્રેશન કરી જોડાવવા અપીલ કરવામાં આવી છે. શિબિરના અંતમાં લીંબુ શરબતની વ્યસ્થા કરેલ છે. વધુ માહિતી માટે વાલજી પી. ડાભી મો.નં. 95862 82527, (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) અને હાર્દિકભાઈ ભાલોડીયા (મોરબી ડિસટ્રિક ટીચર કોર્ડીનેટર, આર્ટ ઓફ લિવિંગ) મો.નં. 9825215551 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે

   
(12:51 am IST)