Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણનાં નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટની તળતિય વર્ષગાંઠનાં સોમવારે આભાર વંદના કાર્યક્રમ યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણ શહેરમાં કોરોના કાળથી નિઃસ્‍વાર્થ ભાવે  સતત સેવાકાર્ય કરતી બિન રાજકીય સંસ્‍થા નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ દ્રારા કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવાના શુભ સંકલ્‍પ સાથે ટ્રસ્‍ટના પ્રમુખ મેહુલભાઈ એસ.સંઘવીએ સંસ્‍થાની સ્‍થાપના કરી સેવાયજ્ઞની જ્‍યોતને પ્રજવલિત કરી  સંસ્‍થાના નિઃસ્‍વાર્થ સેવાકાર્યમાં અનેક કોરોનાગ્રસ્‍ત દર્દીઓ અને જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવામાં તેમજ જસદણ સરકારી હોસ્‍પિટલમાં ડોક્‍ટર્સ અને સ્‍ટાફ સાથે સમજદારી પૂર્વકનું સંકલન કરી દાતાશ્રીઓના સહયોગથી વધારાની અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા હાંસીલ કરી છે દર્દીઓના સેવાકાર્ય સાથે હોસ્‍પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહેલા દર્દીઓને દરરોજ સવારે નાસ્‍તો આપવો, તહેવારોની દર્દીઓ સાથે ઉજવણી કરવી, ગરીબ ભિક્ષુકોને ગરમ વષાો અને તહેવારોમાં મિઠાઈનું વિતરણ કરવુ જેવા મુખ્‍ય સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે કોરોના મહામારીથી છૂટકારો મેળવવા અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્‍થપાય તે માટે દશેરાના દિવસો દરમિયાન બે વખત ગાયત્રી યજ્ઞનું આયોજન પણ સરકારી હોસ્‍પિટલના મુખ્‍ય પટાંગણમાં કરવામાં આવ્‍યું હતું. લંપી વાયરસના પ્રકોપથી ગાય માતા સહિતના અબોલ જીવોને બચાવવાના પ્રયાસરૂપે સંસ્‍થા દ્રારા સંશોધિત કરી તૈયાર કરવામાં આવેલ એક લીટરની દવાની ૪૫૦૦ થી પણ વધારે બોટલોનું વિતરણ કરી આશ્‍ચર્ય જનક પરિણામો મેળવ્‍યા હતા ટ્રસ્‍ટના સેવાકાર્યોથી પ્રભાવિત થઈ જસદણ - વિંછીયા પંથકથી રાજયકક્ષા સુધીની વિવિધ નામાંકીત સંસ્‍થાઓ દ્રારા ટ્રસ્‍ટને એવોર્ડ અને સન્‍માન પત્રોથી સન્‍માનિત કરેલ છે. નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ મેહુલભાઈ શરદભાઈ સંઘવી અને કન્‍વીનર સહ મુખ્‍ય દાતા દિનેશભાઈ વેકરીયાએ જણાવ્‍યું હતુ કે ટ્રસ્‍ટના સેવાકાર્યોની તળતિય વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો.રાકેશ મૈત્રી સહિતના અન્‍ય ડોક્‍ટરો તેમજ વિવિધ સ્‍ટાફને પ્રોત્‍સાહિત કરી મનોબળ વધારવાના શુભ ભાવના સાથે  સરકારી હોસ્‍પિટલના મુખ્‍ય પટાંગણમાં જસદણ શહેરની ખાનગી હોસ્‍પિટલના ખ્‍યાતનામ ડોક્‍ટરો અને મુખ્‍ય દાતાઓ તેમજ સહયોગીઓની ઉપસ્‍થિતમાં ૨૭-૩ને સોમવારે સાંજના ‘આભાર વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે. ટ્રસ્‍ટના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, મંત્રી અશોકભાઈ ઠકરાળ, ખજાનચી હર્ષાબેન ચાવડા, સહમંત્રી હસમુખભાઈ મકવાણા, ટ્રસ્‍ટી રશ્‍મિનભાઈ શેઠ, પુનમબેન ઠકરાળ, ડિમ્‍પલબેન સંઘવી, સલાહકાર સમિતિના સદસ્‍ય દિલીપભાઈ બલભદ્ર, રઘુભાઈ ભલગામડીયા, ચંદ્રેશભાઈ જયસ્‍વાલ, પિયુષભાઈ વાજા, આયોજન સમિતિના સદસ્‍ય વિજયભાઈ એન.રાઠોડ, તરૂણભાઈ પરમાર, પ્રશાંતભાઈ વાઘેલા સહિતના સદસ્‍યો આભાર વંદના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(9:51 am IST)