Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વિસાવદરના ચકચારી ખૂન કેસમાં આજીવન કેદની સજા ફરમાવતી સેસન્‍સ કોર્ટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: વિસાવદર તાલુકાના લીમધ્રા ગામના  પ્રકાશ ભીખા પાચાણીએ તેમના પત્‍ની સાથે રોજબરોજના ઝગડાના કારણે પોતાના ખેતરે પોતાની પત્‍ની-ગુજરનાર હેતલબેન સાથે સામાન્‍ય બાબતમાં ઝગડો કરી આવેશમાં આવી જઈ ગળાના ભાગે છરીઓ તથા લાકડું મારી મોત નિપજાવ્‍યા અંગે મરણ જનારના પિતાએ વિસાવદર પોલીસ સ્‍ટેશનમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરેલ હતી જે અંગેનું ચાર્જશીટ નામદાર નીચેની કોર્ટમાં કરાતા આરોપી સામેનો કેસ નામદાર સેસન્‍સ કોર્ટ વિસાવદરમાં કમિટ કરવામાં આવેલ હતો. જે કેસ વિસાવદરના ન્‍યાયમૂર્તિ જે.એલ. શ્રીમાળીની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ ૨૨ સાહેદો તથા રજૂ થયેલ ૩૨ દસ્‍તાવેજી પુરાવા-દલીલો ધ્‍યાને લઇ આરોપી પતિ હોય અને તેની પત્‍ની તેના પિતાના ઘર છોડી તેના પતિ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખી જ્‍યારે આરોપીને ત્‍યાં આવેલ હોય આ સંજોગોમાં પતિએ તેમની રક્ષા કરવી જોઈએ તેના બદલે સામાન્‍ય બાબતોમાં ઝગડા કરી શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપી છરી તથા લાકડા જેવું હથિયાર ધારણ કરી પોતાની પત્‍નીને ગળાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલ અને સમાજમાં દિનપ્રતિદિન આવા બનાવો તથાસ્ત્રી અત્‍યાચારના બનાવો બનતા હોય ત્‍યારે આરોપી કરેલ કળત્‍ય માફીને પાત્ર ન હોય આરોપીને આજીવન કેદની સજા આપતો હુકમ કરતા વિસાવદર કોર્ટમાં સન્નાટો મચી ગયેલ હતો અને પ્રથમ વખત જન્‍મટીપની સજા થતા તાલુકામા ગુનેગારોમાં ફફડાટ મચી ગયેલ છે. આ કામમાં સરકાર તરફે એડિશનલ ગવર્મેન્‍ટ પ્‍લીડર વી.એન.માઢક રોકાયા હતા.

વી.ઍન.મઢક
સરકારી વકિલ

(10:05 am IST)