Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણના પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી

જસદણઃ પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર જસદણ દ્વારા તાજેતરમાં વિશ્વ જળ દિવસની નિમિત્તે તાલુકાના બરવાળા ગામે કાર્યક્રમ યોજાયો હતો. નાબાર્ડ સંસ્‍થાના આર્થિક સહયોગથી અને પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર જસદણ સંસ્‍થાના અમલીકરણ દ્વારા  જસદણ તાલુકાના  બરવાળા ગામે વોટરશેડ પ્રોજેક્‍ટની કામગીરી હાલમાં શરૂ છે. જેમાં સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધીમાં પાણી સંગ્રહ અંગેના ઘણા કામો કરવામાં આવ્‍યા છે.આ પ્રોજેક્‍ટ અંતર્ગત વિશ્વ જળ દિવસ   બરવાળા વોટરશેડ  કમિટીના  સભ્‍યો , ગ્રામજનો તેમજ પર્યાવરણ શીક્ષણ કેન્‍દ્ર જસદણના કર્મચારીઓ અશોકભાઈ અને રાજેન્‍દ્રસિંહ ગોહિલ  અને આરોહણ પ્રોજેક્‍ટ ચાલતા ગ્રામ શિક્ષા કેન્‍દ્રના સોનલબેન ડાભી અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યકમને સફળ બનાવવામાં ભાગીદાર થયા હતા. વિશ્વ જળ દિવસની ઉજવણી કરવા માટે ૩૧ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો વિષય અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજવામાં આવેલ હતી અને દરેક વિધ્‍યાર્થીઓને પ્રોત્‍સાહક ઇનામો આપવામાં આવેલ તેમજ પાણી નું સમગ્ર જીવન સળષ્ટિ મા શું મહત્‍વ છે. પાણીના બગાડ અટકાવવા વિષે માહિતી અને સુતરોચાર કરવામાં આવ્‍યા હતા. અંતમાં સૌ સાથે મળીને પાણીનો બગાડ અટકાવવા અને પાણી સંગ્રહની પ્રવૃતિઓ કરવા અંગે દૃઢ સંકલ્‍પ લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. (તસ્‍વીર-અહેવાલ : ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(10:29 am IST)