Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સુરેન્‍દ્રનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી

વઢવાણ : સુરેન્‍દ્રનગર શહેરમાં દરેક તહેવારો કોમી એકતા સાથે ઉજવાઈ રહ્યા છે ત્‍યારે દરેક તહેવારોની ઉજવણી સાથે દરેક સમાજના વ્‍યક્‍તિઓ તેનો આદર ભાવ અને સાથે સન્‍માન કરતા હોય છે ત્‍યારે ગઈકાલે સાંજના સમયે વરસાદ શરૂવા છતાં પણ સિંધી સમાજની આયો લાલ ઝુલેલાલના નારા સાથે સિંધી સમાજની વાડીથી સિંધી સમાજની જુલેલાલ જન્‍મ જયંતીની ઉજવણી તેમની વાડી ખાતેથી પ્રસ્‍થાન કરવામાં આવી હતી. ત્‍યારે આજ યાત્રામાં સિંધી સમાજના અનેક આગેવાનો તેમજ ભારે ઉત્‍સાહ અને ઉમંગભેર મહિલાઓ પણ જોડાઈ હતી અને શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ડીજેના તાલે બહેનો બિન્‍દાસ રીતે ઝૂમી રહી હતી ત્‍યારે નાના નાના બાળકોએ પણ ઝુલેલાલ જયંતિમાં ભાગ લઈ અને અવસરને રૂડો અવસર બનાવ્‍યો હતો ત્‍યારે આ કાર્યક્રમમાં સિંધી સમાજના અનેક આગેવાનો જોડાયા હતા ત્‍યારે આ કાર્યક્રમમાં દીપકભાઈ આસવાણી બિલ્‍ડર તેમજ સમાજના અનેક આગેવાનો સાથે સિંધી સમાજની શોભા યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને શહેરના વિવિધ માર્ગો ઉપર લોકો દ્વારા યાત્રાને સન્‍માનિત કરી અને જાહેર માર્ગો ઉપર ઠંડા પીણા શરબત તેમજ નાસ્‍તાની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી હોવાનું જોવા મળતું હતું ત્‍યારે ભારે ઉત્‍સાહ અને ઉમંગભેર આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી જ્ઞાતિના તમામ આગેવાનો તેમજ પરિવારજનો યાત્રામાં જોડાયા હતા અને સુરેન્‍દ્રનગર શહેરની તેમજ વઢવાણ બી ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક આ યાત્રાને પૂર્ણ કરાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:33 am IST)