Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરના દંપતિ ૬ લાખના ડ્રગ્‍સ સાથે ઝડપાયા

નાર્કોટીકસ મેફેડ્રોન ડ્રગ્‍સનો જથ્‍થો લઇને નીકળતા જામનગર એસઓજી ટીમે દબોચી લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : જામનગરના હાપા રોડ, લાલવાડી, આવાસ કોલોનીમાં રહેતા દંપતિ સલીમ કાદરભાઇ લોબી અને રેશ્‍મા સલીમભાઇ લોબીને ૬ લાખના ડ્રગ્‍સ સાથે ઝડપી લેવાયા છે.

પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ (આઇપીએસ) દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરતા જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્‍સપેકટર બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. જે.ડી-પરમાર નાઓના નેતૃત્‍વવાળી ટીમના પો. હેડ કોન્‍સ. સંદીપલાઈ ચૂડાસમા તથા રાજેસભાઈ મકવાણા તથા હર્ષદભાઈ ડોરીયાને મળેલ ખાનગી બાતમી આધારે સલીમ કાદર લોબી તથા તેની પત્‍ની રેશ્‍માબેન સલીમ કાદર લોબી રહે. બંને જામનગરવાળા ખાનગી ટ્રાવેલ્‍સમાં કેફી માદક પદાર્થ સફેદ પાવડરનો જથ્‍થો લઇને રાજકોટ બાજુથી આવી જામનગર નજીક ખીજડીયા બાયપાસ ઉતરી જામનગર તરફ આવવાના છે.

જેથી ઉપરોકત જગ્‍યાએ વોચમાં રહી રેઇડ કરતા મજકુર બન્ને પતિ પત્‍નિની ઝડતીમાંથી ગે.કા. માદક પદાર્થનાર્કોટીક્‍સ મેકેડોન ડ્રગ્‍સ કુલ ૬૦ ગ્રામ કી.ગ્રા.૬,૦૦,૦૦૦ તથા અન્‍ય મુદામાલ મળી કુલ કી.ગ્રા.૯,૭૩,૩૪૦ સાથે પકડેલ છે અને મજકુર ઈસમો વિરૂધ્‍ધ પંચ એ-ડીવી. પો.સ્‍ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

સલીમ કાદરભાઈ લોબી અગાઉ સને-૨૦૧૮ નાર્કોટીક એમ.ડી.એમ.એ.ડગાના જથ્‍થા સાથે પકડાયેલ હતો.

(12:57 pm IST)