Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભાવનગર GIDC નંબર 2 નજીક બાઈક અને ક્રેઈન વચ્ચે અકસ્માત : એકનું મોત : એકને ગંભીર ઇજા

સિહોર પોલીસની ટીમ અકસ્માત સ્થળે પહોંચી

ભાવનગર GIDC નંબર 2 નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાઈક અને ક્રેઈન વચ્ચે અકસ્માત થતાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું હતું જેરે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિહોર ઘાઘળી રોડ પર GIDC 2 આ બનાવ બનતા તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. સિહોર પોલીસની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.

(12:23 am IST)