Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબી તાલુકામાં અપહરણ-દુષ્કર્મનો આરોપી પાંચ વર્ષે રાતાવીરડા ગામેથી ઝડપાયો.

આરોપીને રાતાવીરડા ગામેથી ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલ આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને રાતાવીરડા ગામેથી ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી સત્યદેવ ઉર્ફે સચદેવ શ્યામસુંદર કુંભાર (ઉ.વ.૨૩) (રહે યુપી હાલ રાતાવીરડા ગામની સીમ વાળા) આરોપીને રાતાવીરડા ગામની સીમમાં કલેઆર્ટ સિરામિક કારખાનાની ઓરડીમાંથી ઝડપી લીધો હતો અને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, પોલાભાઈ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, વિક્રમસિંહ બોરાણા, રામભાઈ મંઢ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, દશરથસિંહ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:31 am IST)