Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભુજની સરકારીમાં વગર ટ્‍યુશને જાત મહેનતથી ધો.૧૨ સાયન્‍સમાં ૯૮.૩૩ ટકા પીઆર મેળવનાર વિદ્યાર્થિની મિત્તલ બુચિયાની INSPIRE સ્‍કીમ અંતર્ગત પસંદગી

સરકાર વર્ષે ૮૦,૦૦૦ રૂ.ની સહાય આપી કારકીર્દિ ઘડતર માટે મદદરૂપ બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: રાજય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મેળવી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્‍નશીલ છે. સરકારી શાળાઓની અત્‍યાધુનિક માળખાકીય સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આનું ઉત્તમ ઉદાહરણ ભુજની સરકારી શાળાના વિદ્યાર્થિની બુચિયા મિત્તલબેન અરવિંદભાઈએ પૂરું પાડ્‍યું છે. ભુજમાં આવેલી સરકારી શાળા ઈન્‍દિરાબાઈ કન્‍યા વિદ્યાલયમાં અભ્‍યાસ કરીને મિત્તલબેને ધો.૧૨ સાયન્‍સમાં સ્‍વપ્રયત્‍ને ૮૪.૬૧ ટકા (૯૮.૩૩ PR ) મેળવ્‍યા છે. આ ઉપરાંત, તેમને ગુજકેટમાં પણ ૧૨૦ ગુણમાંથી ૧૦૫.૫ ગુણ પ્રાપ્ત કર્યા છે. મિત્તલે સાયન્‍સના પરિણામમાં એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

મિત્તલબેન આ ટકાવારીના આધારે રાજય સરકારની INSPIRE સ્‍કીમ અંતર્ગત પસંદગી પામ્‍યા છે. સાયન્‍સના અભ્‍યાસક્રમ પછી તેઓને ઉચ્‍ચશિક્ષણ માટે આ યોજના અન્‍વયે પ્રતિ વર્ષ રૂ.૮૦,૦૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાની મદદથી મિત્તલબેન પોતાની આગામી કારકિર્દી ઘડી શકશે. સરકાર દ્વારા યોજના અંતર્ગત ખાસ કરીને ધો.૧૨ સાયન્‍સના તેજસ્‍વી વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્‍સના અભ્‍યાસક્રમ જેવા કે ફિઝીક્‍સ, કેમેસ્‍ટ્રી, બોટની, ઝુલોજીમાં એડમિશન લેવા માટે ફીના ભાગરૂપે પ્રતિવર્ષ રૂ. ૮૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી સળંગ પાંચ વર્ષના માસ્‍ટર ઓફ સાયન્‍સના ઉપરોક્‍ત વિષયના કોર્સની પસંદગી કરે તો પાંચ વર્ષ સુધી રૂ. ૮૦,૦૦૦ પ્રતિ વર્ષ સહાય ચૂકવવામાં આવે છે.

જિલ્લા શિક્ષણધિકારીશ્રી ડો. બી.એન.પ્રજાપતિએ અનુરોધ કરતાં કહ્યું કે, કચ્‍છની સરકારી તેમજ ગ્રાન્‍ટ ઈન એડ શાળાઓમાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લઈને આ વર્ષથી શરૂ થનારા JEE/NEETના કોચિંગ કલાસનો લાભ લઈને વિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી બનાવે. આમ, રાજય સરકાર છેવાડાના તેજસ્‍વી વિદ્યાર્થીઓની દરકાર કરી રહી છે અને તેઓ ભવિષ્‍યમાં ઉચ્‍ચ શિક્ષણમાં આગળ વધીને પોતાની કારકિર્દી ઘડે તે માટે કટિબદ્ધ છે.(૨૩.૫)

 

 

 

 

રાજયના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

જામનગર જિલ્લાના ૫ ગામોમાં ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: તા.૨૬ મે ગુરુવાર એને તા.૨૭ મે શુક્રવાર સુધી રાજયના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૨૬ના રોજ  ૯:૪૫ કલાકે બેડ ખાતે પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન અને ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે અને  ૪:૦૦ કલાકે વડાપ્રધાનશ્રીના આટકોટ ખાતેના કાર્યક્રમના આયોજન અંગે અટલ ભવન, જનતા ફાટક પાસે બેઠક યોજાશે. તેમજ તા.૨૭ના રોજ ૮:૩૦ કલાકથી ૧૧:૩૦ કલાક સુધી રામપર, અલિયા, ચંદ્રગઢ અને ખોજાબેરાજા ખાતેના ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તેમજ અન્‍ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્‍થિત રહેશે.

(10:03 am IST)