Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જામનગરમાં હત્‍યાની કોશિશના ગુન્‍હાનો ફરાર આરોપી ઝડપાયો

જામનગર તા.૨૫: સીટી બી ડીવી. પો.સ્‍ટે.ના ફર્સ્‍ટ ગુ.ર.ન. ૧૭૬૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૭ વિગેરેના કામેના પાંચ માસથી નાસતા ફરતા આરોપી વિમલભાઇ રમેશભાઇ ડોણાસીયા કોળી રહે. નાગેશ્વર કોલોની, હુસેની ચોક, જામનગર વાળી હાલ વોરાના હજીરા વિસ્‍તારમાં હાજર છે જે હકીકત આધારે રેઇડ કરી ઝડપી પાડી મજકુરની પુછપરછ કરતા પોતે આજથી પાંચેક માસ પહેલાᅠનાગેશ્વર વિસ્‍તારમાં થયેલ ઝગડામાં છેલ્‍લા પાંચ માસથી નાસતો ફરતો હોવાનું જણાવતા કાર્યવાહી કરેલ છે. મજકુરની પુછપરછમાં અરોપી અગાઉ પણ હત્‍યાની કોશીષના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવેલ છે.

આ કામગીરી પો.ઇન્‍સ. કે.જે.ભોયે તથા પો.સબ. ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ.  રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કોન્‍સ. દેવેનભાઇ ત્રિવેદી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, યુવરાજસિંહ જાડેજા,ઘ સંજયભાઇ પરમાર, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)