Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

પોરબંદર ડિસ્‍ટ્રીકટ બાર એસોસીએશનના પ્રમુખની ચૂંટણીમાં હરભમભાઇ ચુંડાવદરાની જીત

પોરબંદર તા. રપ :.. ડીસ્‍ટ્રીકટ બાર એસોસીએશનની પ્રમુખની રસાકસી ભરી ચૂંટણીમાં હરભમભાઇ ચુંડાવદરાની જીત થઇ છે.

ડીસ્‍ટ્રીકટ બાર એસોસીએશનના ચૂંટાયેલા પ્રમુખ દ્વારા અચાનક રાજીનામુ આપી દેતા ફરી ચૂંટણીની જાહેરાત ઉપપ્રમુખ જે. પી. ચૌહાણ દ્વારા કરેલ અને નવી ચૂંટણીમાં બે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરેલા હતાં. જેમાં પૂર્વ પ્રમુખ હરભમભાઇ ચૂંડાવદરા તથા કિરીટભાઇ સાંદિયા એ દાવેદારી નોંધાવેલ હતી.

જેમાં પૂર્વ પ્રમુખ હરભમભાઇ ચુંડાવદરા તથા કિરીટભાઇ સાદિયા એ દાવેદારી નોંધાવેલ હતી. જેમાં હરભમભાઇ ચુડાવદરાને ૧૦૦ મતો મળેલા હતા તેમનો વિજય થયો હતો.

(1:34 pm IST)