Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જુનાગઢના બામણગામ ત્‍થા ચોકલી ગામે દરગાહમાં તોડફોડ કરનાર : બોરડી સમઢીયાળાનો પટેલ શખ્‍સ ઝડપાઇ ગયો

અગતરાય પાસે બાયોડીઝલ ઝડપાયુ : વંથલીના ગાદોઇ ગામે વાડીમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

જુનાગઢ, તા., ૨૫: જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારના બામણગામ તથા  ચોકલી ગામની દરગાહમાં અજાણ્‍યા સફેદ કલરની ફોર વ્‍હીલ ચાલકએ દાતરડા સાથે પ્રવેશ કરી દરગાહની ચાદરોમાં તોડફોડ કરી તથા બામણગામની દરગાહમાં તાવીજમાં તોડફોડ કરી રૂા. ૨૧૦૦ નું નુકશાન કરી ધર્મની લાગણી દુભાઇ તેવુ કૃત્‍ય તથા નુકશાન કર્યા અંગેનો બનાવ બનેલ હતો.

ઉપરોકત બનાવ બાબતે જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સ્‍ટાફ જુનાગઢ જીલ્લામાં મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા અને બનેલ બનાવના આરોપીઓને પકડવા સતત પ્રયત્‍નશીલ હોય તેમજ ઉપરોકત જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.દાખલ થયેલ અનડીકેટ તેમજ અતિ સંદેવનશીલ તથા બે કોમ વચ્‍ચે કોમી વૈમનસ્‍ય પેદા કરવા માટે બનાકોઇ  અજાણ્‍યા ઇસમે જાણી જોઇને આવુ કૃત્‍ય કરેલ હોય.જે અન્‍વયે પોલીસ ઇન્‍સ્‍પેકટર અચે.આઇ.ભાટીની સુચનાથી એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. જયદીપભાઇ કનેરીયા તથા પો.કોન્‍સ.સાહિલભાઇ સમા. ભરતભાઇ સોલંકીનાઓની ટીમ બનાવી આ કામે બનાવ સ્‍થળની આસપાસના સીસીટીવી કેમેરા તથા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સેલની મદદથી આ કામે સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટેના પુરતા પ્રયત્‍નો કાર્યરત હતા.

દરમ્‍યાન હકિકત મળેલ કે આ બનાવમાં નટુ ગાંડા પટેલ રહે. બોરડી સમઢીયાળા વાળો સંડોવાયેલ છે અને અજાણી સફેદ કલરની ગાડીના નંબર જીજે-૧-કેસી-૦૭પરના હોવાની અને તે ઉપરોકત વ્‍યકિત પાસે જ હોવાની હકિકત મળેલ જે આધારે વધુ તપાસ કરતા હાલ જુનાગઢ ભવનાથ  ખાતે ઉપરોકત ગાડી સાથે ગીરનારના પગથીયા નજીક હોવાનું જાણવા મળતા તાત્‍કાલીક એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્‍સ. સાહીલભાઇ સમા, ભરતભાઇ સોલંકીનાઓ તાત્‍કાલીક ભવનાથ ખાતે ફીયાટ  કંપનીની લીનીયા ગાડી રજી.નં. જીજે-૧-કેસી-૦૭પર સાથે ગીરનાર પગથીયા નજીકથી મળી આવતા ગાડી સાથે રાઉન્‍ડ અપ ક્રાઇમ બ્રાન્‍ચની કચેરી ખાતે લાવી પુછપરછ કરતા ઉપરોકત ગુન્‍હો કર્યાની હકીકત  જણાવતા આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.ને સોંપી આપવામાં આવેલ.

કેશોદ નજીક અગતરાય ગામ પાસે ભગવાન વડવાળા હોટલ પાછળ કાના બોજા ગરચરના હવાલાવાળા ટુ઼કમાં જઇ રહેલ બાયોડીઝલનો જથ્‍થો એસઓજી જુનાગે ટીામે પકડી પાડેલ છે. ૯૦૦ મીટર પ્રવાહી અને ટેન્‍કર મળી રૂા. ૩,પ૦,૪૦૦ નો મુદ્દામાલ સાથે કાના ભોજા ગરચર રહે. સાબડીયાનેશ વાાળને ઝડપી લઇ વુધ કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોંપેલ છે.

જામડારી બંદુરા સાથે ઝડપાયો

વંથલી તાલુકાના શાપુર ગામના રહેવાસી મક્કાભાઇ નાથાભાઇ ડફેર ગે.કા. જામગરી બંદુર સાથે શાપુર રેલ્‍વે બ્રીઝ નીચેના શાપુર તરફ જતા રોડ ઉપર વળાંકમાં આવેલ જુના એસ.ટી. પીકઅપ સ્‍ટેન્‍ડમાં અંધારામાં બેઠેલ છે. તેમના પાસે હથીયાર હોવાની બાતમી મળેલ જે આધારે જુના એસ.ટી. પીકઅઅપ સ્‍ટેન્‍ડ પાસેથી મક્કાભાઇ નાથાભાઇ લાડક ડફેર (ઉ.વ.૬૦) રહે. શાપર વડલી ચોક ઝુંપડામાં તા. વંથલી ને પકડી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા હથિયારધારા ક. રપ (૧-બી) એ જી. પી. એકટ કલમ ૧૩પ મુજબ કાર્યવાહી અર્થે વંથલી પોલીસ સ્‍ટેશનને ગુન્‍હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.

એસ.ઓ.જી. ના પો. ઇન્‍સ. એ.એમ. ગોહિલ તથા પો. સબ. ઇન્‍સ. જે.એમ. વાળા એમ. જે. કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી. કુવાડીયા, તથા પો. હેડ કોન્‍સ. પરેશભાઇ ચાવડા, અનિરૂધ્‍ધસિંહ વાંક મહેન્‍દ્રભાઇ ડેર, પો. કોન્‍સ. રવિરાજ વાળા, વિશાલભાઇ ડાંગર વિગેરે સ્‍ટાફ આ કામગીરીમ ાં જોડાયો હતો.

બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના વ્‍યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવાના ગુન્‍હામાં આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઇ સોલંકી ઉ.વ.રહે. બોર્ડિંગ વાસ, જુનાગઢની ધરપકડ કરી, કોર્ટ હવાલે કરતા, અનેક ગણુ વ્‍યાજ લેનાર અને વ્‍યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઇને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ હતો.

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઇ કે.કે.મારૂ તથા સ્‍ટાફના હે. કો. ધાનીબેન, નીતિનભાઇ, મુકેશભાઇ વનરાજસિંહ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઇ સોલંકી ઉ.વ.રહે. બોર્ડિંગ વાસ, જુનાગઢ બાબતે પોકેટ કોપ એપ્‍લિકેશન દ્વારા તપાસ કરવામાં આવતા, આરોપી ભૂતકાળમાં ર૦૧૯ ની સાલમાં એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે મારામારીના ગુન્‍હામાં તથા ર૦રર ની સાલમાં તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે બળજબરીથી કઢાવવાના ખંડનીના બેગુન્‍હા તેમજ હાલમાં કેશોદ અને બી-ડિવિઝનના ખંડણીના ગુન્‍હાઓ મળી કુલ ચાર ગુન્‍હામાં પકડાયેલ હોવાની વિગતો પોલીસને જાણવા મળેલ છે.

૧પ લાખનો મુદ્દામાલ કબ્‍જે

આમદ હાસમભાઇ સીડા રહે. ગોદાઇ તા. વંજલી વાળનું ખેતર ગાદાઇ ગામની સીમમાં ખોખરડા ફાટકથી ગાદોઇ ગામ તરફ જતા રસ્‍તે વડવાળા ભરડીયાની નજીક આવેલ છે. જે ખેતરમાં આવેલ રહેણાંક મકાન કેશોદના ખીમા કાનાભાઇ કોળી તથા મણીબેન ચનાભાઇ મેર તથા વેરાવળના લાખા દેવરાજભાઇ રબારીએ જુગારનો અખાડો ચલાવવા માટે ભાડે રાખી ઉપરોકત ત્રણેયસ્ત્રી પુરૂષ તેમના કબ્‍જા ભોગવટાના ઉપરોકત રહેણાંક મકાનને લાખા દેવરાજભાઇ રબારી મારફતે અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા ઘોડીપાસા વડે જુગાર રમતા  (૧) ખીમાભાઇ કાનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) રહે. કેશોદ, ગોકુલ નગર, મેઘના સોસાયટી, (ર) લાખાભાઇ દેવરાજભાઇ મોરી (ઉ.વ.૩પ) રહે. વેરાવળ જલારામ સોસાયટી ઘીવાલા હાઇસ્‍કુલની બાજુમાં (૩) મીણીબેન વા/ઓ ચનાભાઇ પુંજાભાઇ ઓડેદરા ઉ.વ.પપ રહે. કેશોદ ગોકુલનગર-ર, રાધા રમણ સોસાયટી, (૪) બહાદૂર તારમહમદ દલ (ઉ.વ.પર) રહે. માણવાદર જુમાં મસ્‍જીદ ગણીમાં (પ)ધનસુખભાઇ જેરામભાઇ હીપરા (ઉ.વ.પર) રહે. કેશોદ આંબાવાડી કાપડ બજાર (૬) જીતેન્‍દ્ર ઉર્ફે જીતુભાઇ વીરજીભાઇ વષવી (ઉ.વ.પપ) રહે. વેરાવળ, ખારવા વાડ, પીળી શેરી (૭) પરેશભાઇ  જમીનયતભાઇ દલાણી (ઉ.વ.પપ) રહે. બાટવા તળાવ રોડ, ગલી નં. પ, (૮) વૃંદાવન પ્રભુદાસ તન્ના (ઉ.વ.પર) રહે. ગાંધીનગર સોસાયટી, અંબા મંદિર સામે, કેશોદ (૯) સૌદીક રહેમાનભાઇ બેલીમ પટણી (ઉ.વ.૬૩) રહે. ગોવિંદપરા ગામ, મફતીયાપરા વિસ્‍તાર તા. વેરાવળ (૧૦) સૂર્યકાંતભાઇ નાનાલાલ સવાણી (ઉ.વ.૬૩) રહે. વેરાવળ શીક્ષક કોલોની શેરી નં. ૧ જુનાગઢ રોડ ને રોકડ રૂપીાય ૪,૪૯,૧૬૦/-, નાલના રોકડા રૂપિયા ૧ર,પ૦૦/-, મોબાઇલ ફોન નંગ -૯, કિ. રૂા. ૮૧,૦૦૦/-, ઘોડીપાસા નંગ-૪પ, ફોર વ્‍હીલ કાર-ર કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦/-, જુગારને લગત સાધનો સહિત મળી કુલ કિ. રૂા. ૧પ,૪ર,૬૬૦/- સાથે ઝડપી  લીધા છે.

 એચ.આઇ. ભાટી તથા પો. હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. દિવ્‍યેશભાઇ ડાભી, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા. પો. કોન્‍સ. વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે. (૯.૧૦)

(1:41 pm IST)