Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબીના મચ્છીપીઠ મારામારી પ્રકરણમાં છ મહિલા આરોપીની ધરપકડ કરાઈ

ધરપકડ બાદ છ મહિલા આરોપી જામીનમુક્ત થઇ

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં મેં માસમાં જૂથ અથડામણની ઘટના બની હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં છ મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં છ મહિલા આરોપી જામીનમુક્ત થઇ છે
મોરબીના મચ્છીપીઠ મારામારી પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે મહિલા આરોપીઓ સૂફીનાબેન ઉર્ફે સચુંબાઈ અહેમદ જુસર કટીયા, જાનબાઈ રેમાનભાઈ જુસબ કટીયા, સારબાઈ સલીમભાઈ જુસબભાઈ કટિયા, રૂકસાનાબેન ઉર્ફે જાનબાઈ નિઝામ જુસબ કટિયા, ગુલબાનુંબેન મુસ્તાક જુસબ કટિયા, અને જામીલાબેન ઇકબાલ જુસબ કટિયા રહે મોરબી મચ્છીપીઠ વાળાની અટકાયત કરી હતી અને બાદમાં છ મહિલા આરોપીઓ જામીન મુક્ત થઇ હતી

(10:25 pm IST)