Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબીના લાલપર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

લાલપરથી ભડિયાદ જતા સીસીરોડની સાઈડમાં ખુલ્લા પ્લોટમાં મૃતદેહ મળ્યો : મૃતકની ઓળખ મેળવવા તજવીજ

મોરબીના લાલપર ગામ નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે લાલપર ગામે ઓરસન ઝોન પાસે અજાણ્યો પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષનો લાલપરથી ભડિયાદ જતા સીસીરોડની સાઈડમાં ખુલ્લા પ્લોટમાં કોઈ બીમારી સબબ મોત થયું હોય જે બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે

(10:27 pm IST)