Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કાલે ૧૦૦૮ પૂ. સદ્ગુરૂદેવ ભોલેબાબાજીની ૩૫મી પુણ્યતિથી

ઉદાસીન સંપ્રદાયના ભેખધારી મહાન સંતે પ્રગટાવી સેવા અને ધર્મની જયોત આજેય ઝળહળે છેઃ ગિરનાર તળેટીમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકો : પૂ. સંત શ્રી ભોલેબાબાજીની ૩પમી પુણ્યતીથી નીમિતે કોટી કોટી વંદન જોડીયાની રામવાડીમાં કાલે 'ભવ્ય ભંડારો'

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા., રપઃ કાલે તા. ર૬ને શનીવારે ૧૦૦૮ પૂ. સદગુરૂદેવ ભોલેબાબાજીની ૩પ મી પુણ્ય તીથી છે. ભાવીકો પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવશે.

સેવાધારી બેસણાથી પાવન બનેલા ભુમી સૌરાષ્ટ્રના ભાવીકોને પાવન કરવા પૂ. ભોલેબાબાજીનું અવતરણ થયેલ હતું. પૂ. શ્રી ભોલેબાબાએ પ્રગટાવેલી સેવા અને ધર્મની જયોત આજેય ઝળહળી રહેલ છે. ઓ ઓલીયા સંતે સોરઠ-સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રના ગુજરાતના હજારો લોકોને પાવન કર્યો છે.

આજે પણ જોડીયા ધામની રામવાડીમાં આવેલ પૂ.ભોલેબાબાના મંદિરમાં પૂ. બાબાજીની મંગલ મુર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમજ જુનાગઢ ગરવા ગિરનાર તળેટીમાં આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામાં આવેલ. ૧૦૦૮ પૂજયપાદ સંત શ્રી ભોલેબાબાજીના સમાધી મંદિર ખાતે પણ પૂ. બાબાજીની દિવ્ય મુર્તિના દર્શન કરીને ભાવીકો તન-મનને શાંતી મેળવી ધન્યતા અનુભવે છે.

પૂ. ભોલેબાબાનો જન્મ રાજસ્થાનમાં વૃંદાવન તીર્થ પાસે આવેલ બિયાવર ગામમાં બ્રાહેભણ કુળમાં માં રાધાદેવી ત્યાં થયો હતો. કિશોર અવસ્થા વટાવીને કુમાર અવસ્થા તરફ પ્રયાણ કરે તો પહેલા તો જોગી જોગંદર થવાની વેપારી કરવા લાગ્યા. બાબાજીએ કયારે દીક્ષા લીધી એ માહીતી અપ્રાપ્ય છે. પરંતુ કર્ણોકર્ણ સાંભળવા મુજબ યુવાનીમાં દીક્ષા લીધી હતી. પુર્ણ પ્રકાશ દાસજીને કોઇ ગેબી અવાજ આવ્યો હોય તેમ લાગ્યુ અરે પુર્ણ પ્રકાશ તારૂ તારૂ કાર્ય તારૂ ઘર પ્રકાશ થાય બનવાનું નથી તું પ્રકાશ કે કિરણ નથી તું તો પુર્ણ પ્રકાશ છે.

તમારૂ કાર્ય કેટલાય આત્મામાં અજવાળા કરવાનું છે. રમણ રેતી તરફ પ્રયાણ કર તારા પુર્વ જનના અધુરા રહેલા કાર્ય પુર્ણ કર તારે તો પતિત પાવન આત્મ ઉધ્ધારક બનવાનું છે. લોકોનું કલ્યાણ કરવાનું વાર કાર્ય છે.

તેમ સગા સબંધીઓને મોહ છોડયો. પુર્ણ પ્રકાશ દાસજી વૃન્દાવન ધામમાં ઉદાસીન કુટીર શ્રી મોવીજલ આશ્રમે આવ્યા. મહાત્મા ઉદાસીન છે તે જાણીને અંતરમાં અજવાળા થયા. ગુરૂનાનકના વસંશજ  ઉદાસીન આચાર્ય શ્રી ચંદ્ર ભગવાન આ પંથકના પ્રણેતા અને આચાર્ય છે. જેને મોગલ સમ્રાટોને પણ ત્યાગના નિરાશી નમાવ્યા હતા.

પવિત્ર સંપ્રદાયને પોતાના ગુરૂપદે મહાત્મા પૂ. શ્રી મોહનદાસજી મહારાજશ્રીને સ્થાપ્યા તેમની પાસેથી દીક્ષા ગ્રાહણ કરી મહાત્મા પૂજય સદગુરૂ શ્રી મોહનદાસજી મહારાજના શિષ્ય તરીકે શરણમુની નામ ધારણ કર્યુ.

ઉદાસીન શરણમુની ગુરૂ શ્રી મોહનદાસજી બની મુનિવ્રત ધારણ કર્યુ. ત્યાગ, તપ, સ્વીકાર, ભગવો ભેખ ધારણ કર્યો. કાંચન કામીનીને ત્યાગ એશ્ચર્ય અહંકારને ત્યાગ સુખ સંપતીને ત્યાગ કરી સંપ્રદાયના નિયમોનું પાલન , નિયમનીની નિષ્ઠા, નિષ્કર્મ, ભાવનાને સ્વીકાર એટલે ઉદાસીન પંથને સ્વીકાર. ગુરૂ સેવા ગુરૂ વંદના ગુફાજી શ્રી મોહનદાસજી બાપુના ચરણ પાસે બેસી ગુરૂઆજ્ઞા માંગી તે મોહનદાસજીએ કહયું કે મે દીક્ષામાંથી તુ ભીના માંગીને ભોજન કરવાનું હોય હવે તારે રસાસ્વાદનો ત્યાગ કરી માંગીને ખાવાનું અને ખવડાવાનું હોય છે. સદાવ્રતનું અન્ન સાધુની બહુ કિંમતી હોય છે.

બાબાજીએ પીંડવાળામાં કઠોર તપસ્યા કરી બાબાજી પીંડવાળામાં હતા તે અરસામાં પીંડવાળા પાસેના નાળામાં કુટીર બાંધી રહેતા નાથ સંપ્રદાયના મહાન સંતનાથ નિરજંનદાસજી સાથે સંપર્ક થયો આ સંત પણ અદભુત હતા. એ અરસામાં મોજીબાબા સંત સરીતામાં ભળ્યા ત્રિવણી સમાગમ થયો. આ સિધ્ધ સંત ત્રિપુટી ભજનાનંદી હતા. આ ત્રણેય સંતો જીવન જન હિતાય હતુ બીજાને ભોજન કરાવી આનંદ લેતા નાથ સંપ્રદાયના મહાત્મા શ્રી નિરંજનદાસજીએ પૃથ્વી પરની માયા સંકેલતા પહેલા પોતાના સેવકોને પૂ. શ્રી ભોલેબાબાના આદેશ માનવાનું કહયું અને દેવમાં દેહ વિલય થયો હતો.

સંતનાથ નિરંજનદાસજીએ પંચ મહાભુતમાં નાળા ગામે સમાધી સ્થાન બનાવ્યું પુ. બાબાજીની આજ્ઞાથી બનેલ મંદિરનું નિર્માણ કાર્ય બાબાજીની હાજરીમાં થયું સ્વર્ગધામમાં પુર્ણ થયું ત્યારે ત્યારે બાબાજીએ પણ દેહ છોડી દીધેલ હતો. આ ભવ્ય મંદિર બદ્રીનારાયણ મંદીરના નામથી પ્રખ્યાત છે.જેમાં આ ત્રીપુટી સંતની મુર્તિઓ બિરાજમાન છે.

ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ બાબાજીની ગતિની શરૂઆત થઈ હતી. પિંડવાળામાં આશરે ૧૨ વર્ષ જેટલી કઠોર તપશ્ચર્યા બાદ અમદાવાદ, સુરત, ડાકોર, રાજકોટ, નડીયાદના સેવકના આગ્રહને માન આપી વિચરણનો શુભારંભ કર્યો હતો.

જોડીયામાં રહેતા ઉદાસીન મહાત્મા સંત શ્રી ભોલેદાસજીબાપુએ કુંભમેળામાં આદર્શનીય સંત પૂ. શ્રી ભોલેબાબાથી પ્રભાવિત થયા અને જોડિયાને પાવન કરવાનું આમંત્રણ આપ્યુ. આમ ઈ.સ. ૧૯૭૪ કુંભમેળા બાદ સંત દર્શન અને વિદ્વાની જે પાવન કરવા માટે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પધાર્યા રાજકોટ નજીક સીટી સ્ટેશન નજીક એકનાથ સંપ્રદાયના સંત ભોલેનાથ જળધારા પંચધૂણી દ્વારા તપ કરતા હતા તે તપની પૂર્ણાહુતિને નિમિત બનાવી બાબાજી રાજકોટ આવ્યા, રાજકોટમાં આજી વસાહતમાં જશાણીભાઈના કારખાને આવ્યા હતા.

પૂ. બાબાજીની આજ્ઞા અનુસાર જોડીયાના ભકતજનોએ ૧૦૮ શ્રી રામાયણજીની ચોપાઈના પાઠ અનુષ્ઠાન પુરા કર્યા. તેમજ પૂ. બાબાજીની આજ્ઞા અનુસાર આજે પણ જોડીયાની રામવાડીમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ ભાવિકો 'સુંદરકાંડ' કરે છે.

સૌ પ્રથમ ઈ.સ. ૧૯૮૦માં પૂ. બાબાજીની આજ્ઞાથી પૂ. મોરારીબાપુની રામકથા જોડીયાની રામવાડીમાં યોજાયેલ હતી, ત્યાર બાદ બીજા વકતાઓની નવરામ કથા યોજાયેલ છે. પૂ. બાબાજી અવાર નવાર જોડીયા પધારતા હતા.

તેમજ જૂનાગઢ ગિરનાર તળેટીમાં પણ પૂ. ભોલેબાબાજી શ્રી પ્રગટેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં ખૂબ જ ભજન-ભાવ, તપશ્ચર્યા કરેલ હતી.

પૂ. બાબાજી ઈ.સ. ૧૯૭૪ આસપાસ જોડીયાની પાવન ભૂમિ 'રામવાડી'માં પધાર્યા અને આ જગ્યાને વિશેષ પાવન કરી.. પૂ. બાબાજી પહેલીવાર જોડીયા પધારેલા ત્યારે ખૂબ જ રોકાયા હતા અને ફરી પધાર્યા ત્યારે તેમણે આ જગ્યામાં શ્રી હનુમાનજીદાદાની મૂર્તિ બેસાડવાનો હુકમ જેન્તીભાઈ વડેરાએ કર્યો... મંદિર ચણાયુ... મારૂતિજીની સ્થાપના ગિરનારના સંતોની હાજરીમાં થઈ હતી.

તેમણે તા. ૧૩-૬-૧૯૮૭ જેઠવદ-૨ શનિવારના રોજ તેમણે ગિરનારની ગોદમાં શ્રી પ્રગટેશ્વર મહાદેવદાદાના સાનિધ્યમાં દેહત્યાગ કર્યો. એ પહેલા આઠેક દિવસ પહેલા ગીરમાં આવેલ જામવાળામાં શ્રી ઉદાસીન આશ્રમે પૂ. શ્રી ડોંગરેજી મહારાજ કથામાં પધારેલા તેમને એક સેવકે ૬૦ હજાર રૂપિયા આપેલા. પૂ. બાબાજીએ સેવકને આપ્યા અને કહ્યુ આ રકમ મારા ગુરૂજીના ભંડારામાં વાપરજો.

બાબાજીના નશ્વરદેહને ગિરનારની તળેટીમાં પરિભ્રમણ કરાવી ઉદાસીન અખાડા ખાતે અગ્નિદાહ સંતો-મહંતોની હાજરીમાં આપ્યો હતો. બાબાજીના દેહવિલય બાદ જૂનાગઢમાં દિવ્ય ભવ્ય ભંડારો યોજાયેલ અને ભજનીક પ્રાણલાલ વ્યાસનો પ્રોગ્રામ યોજાયેલ. જેની ઓડીયો કેસેટ જૂનાગઢના સ્ટુડીયો સરસ્વતી દ્વારા બનાવી બજારમાં મુકવામાં આવી છે.

બડા અખાડામાં પૂ. સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજીનું સમાધિ મંદિર છે. જેમાં પૂ. બાબાજીની પ્રતિમા છે. તેમજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્રભગવાન, શ્રી સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે. જ્યાં અત્યારે મહંત પદે શ્રી ગંગાદાસજી મહારાજ બીરાજી રહ્યા છે. તેમજ જોડીયાધામની રામવાડીમાં પૂ. સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના દર્શન કરીને તન, મનની શાંતિ મેળવી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.

(11:40 am IST)