Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ખીરસરામાં એનએફએસએ કેમ્પ યોજાયો

 ખીરસરા : લોધીકા મા મલતદાર કચેરી દ્વારા ખીરસરા ગ્રામપંચાયત ઉપર એનએફએસએ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરીયાત વાળા પરીવારના રાશનકાર્ડ બંધ થયેલ હોય તે શરૂ કરવા માટે ની અરજી ઓ તેમજ કોઈ એ નામ કમિ કરાવવા હોય નવા નામો નોધાવા હોય તેમ વિધવા બહેનોને અનાજ ન મળતું હોય તેની અરજીઓ લેવા માટે કુલ ૯૫ અરજીઓ આવેલ તેનો ટુક સમયમાં જ નિકાલ કરવામાં આવશે તેમ લોધીકા ડેપ્યુટી મામલતદાર શ્રી આર.એસ. લાવડીયાએ જણાવેલ આ ખીરસરા તલાટી મંત્રી કપિલ કુમાર મારકણા ખીરસરા તાલુકા શાળા તેમજ પ્રાથમિક શાળા ના શિક્ષકો તેમજ જયેશભાઈ સાગઠીયા તેમની ટીમ જોડાયેલ આ કેમ્પ ની મુલાકાતે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા લોધીકા મામલતદાર  કે.કે.રાણાવશિયા રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા તેમજ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી તેમજ તાલુકાભાજપ તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયાની ટીમ આવેલ.

(11:46 am IST)