Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વાંકાનેરમાં મહાવેકશીનેશન અભિયાનનો પ્રારંભ કોવીડ-૧૯ માં સેવા આપનાર સેવકોનું સન્માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રપ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોવીડ-૧૯ વેકસીનેશન મહા અભિયાનનો પ્રારંભ અધિકારીશ્રીઓ - પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમના પ્રારંભે વાંકાનેર - કુવાડવા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામૉ આવેલ વેકસીનેશન કાર્યક્રમમાં વાંકાનેરના પ્રાંત અધિકારી શેરસીયા, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન સેજપાલ, અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ઢોલરીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ અનંતરાય મહેતા (અનુકાકા), વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, ગજેન્દ્ર રાઠોડ, ભરત ઠાકરાણી, વાંકાનેર સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. ફાલ્ગુનીબેન ત્રિવેદી, આર. એમ. ઓ. ડો. એચ. ડી. પરમાર, સહિત તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ, અને ૧૮ થી ૪પ વચ્ચેના વેકસીનેશનના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ.

મંચસ્થ અગ્રણીઓએ કોરોના મહામારીથી બચવા રસી, મુકાવવી અતિ આવશ્યક હોવાનું અને તેનાથી થતા ફાયદાની જાણકારી આપેલ આ કાર્યક્રમમાં કોવીડ ૧૯ માં સેવા આપનાર સંસ્થાઓના અગ્રણીઓનું સન્માન કરી તેની સેવાઓને બીરદાવવામાં આવેલ હતી.

(11:47 am IST)