Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

દ્વારકાધીશ જગત મંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવમાં શ્રીજીના ખુલ્લા પડદે સ્થાન

દ્વારકાઃ આજે જગ વિખયાત યાત્રાધામ શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવ નિમિતે શ્રીજીના ખુલ્લા પડદે સ્થાનની વિધિ કરવામાં આવી હતી. પ્રાત-કાળમાં જયેષ્ઠા નક્ષત્રમાં ખુલ્લા પડદે શ્રીજીને ચારેય ગાદીસ્થો દ્વારા તિલક કરી આગલી સાંજે ભરી લાવી પુજન કરેલા જલ વડે તથા આંબાના રસ વડે સ્નાન કરાવવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા વેદોકત મંત્રોચ્ચાર સાથેના દિવ્ય સ્નાનને જયેષ્ઠાભિષેક કહેવાય છે. સ્નાન બાદ સફેદ સુતુ ઘેરાદાર વાઘો મસ્તસકમાં જડાઉ કિરીટ, જડાઉ શંખ, ચક્રમ, સોનાની પીઠિકા વિગેરે ભારે શૃંગાર ધરાયછે. બાદ મીઠા જલ થઇ ગયા પછી શ્રીના બધા મંદિરોમાં જલ ભરાય છે. સાંજે સ્થાપન ભોગ સર્યા બાદ મોતીની આરતી, ઝાડ આરતી થાય છે તે પછી કુડછા આરતી, સંખ્યા આરતી કરવામાં આવે છે. સંધ્યા આરતી પછી સર્વેને ચરણસ્પર્શની છુટી થાય છે.બાદ શ્રીજીના શૃંગાર થાય છે.(અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:58 am IST)