Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જુનાગઢના રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : ૩ ની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ જુનાગઢનાં બ્લોચ વડા વિસ્તાર, છપ્પર ફળીયામાં રહેતા હુઝેફાભાઇ મોહમદહનીફ શેખના મકાનમાં ૧પ દિવસ પહેલા રોકડ રકમની ચોરી કરનાર ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે નાદીર અબ્દુલ્લાભાઇ આરબ રૂમી મુસ્લીમ રહે. જુનાગઢ અલંકાર ટોકીઝ નવાપરા, લાઇન પસે, અબ્દુલ્લા બાગની બાજુમાં સોહિલ જમાલભાઇ શેખ સીપાઇ રહે. જુનાગઢ લંધાવાડ ચોક, ટાવર પાસે ઇજામ રફીકભાઇ હાલાણી ગામેતી રહે. જુનાગઢ, ચીતાખાના ચોક, મેમણવાડા મસ્જીદની રૂ. ૧પ હજારની મતા સાથે ઘરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ. ભાટી પો. સ.ઇ. ડી.જી. બડવા વા. પો. સ.ઇ. ડી.એમ. જલુ પો. હેડ કોન્સ. વિ. એન. બડવા, વિ.કે. ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ, શબીરખાન બેલીમ તથા પો. કોન્સ. સાહિલ સામા, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા વિગેરે પોલીસ સ્ટાફએ કરી હતી.

(12:52 pm IST)