Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

એલ.જે યુનિવર્સિટી દ્વારા મ્યુઝિક ડે ની વિશિષ્ટ ઉજવણીઃ પ્લેબેક સિંગર લીપિકા નાગે વિદ્યાર્થીઓને 'મ્યઝિકલ વેકિસન' આપી

અમરેલી, તા.૨૫: એલ.જે યુનિવર્સિટી માં કાર્યકર એલ.જે યુથ સેન્ટર દ્વારા વર્લ્ડ મ્યુઝીક ડે ની ઉજવણી કરવામાં આવી હતી.મ્યુઝિકલ વેકિસન નામના ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેબેક સિંગર લીપિકા નાગ જોડાયા હતા. મિત્રતા, મોટીવેશનને લગતા ગીતો લોકોને સંભળાવી ને લોકોને મનોરંજન તેમજ મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. મ્યુઝીક ફિલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ પ્રકારનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ માધ્યમની મદદથી લોકો સ્ટ્રેસ ફ્રી થઈને પોઝિટિવ માહોલ માં રહે તેવા ઉદ્દેશ સાથે આ સેશનનું આયોજન કરાયું હતું.કોરોનાની મહામારીમાં લોકોના મિજાજ ને મોજમય બનાવવાનો સફળ પ્રયાસ એલ.જે યુથ સેન્ટર દ્વારા કરાયો હતો.

આ સેશનમાં જોડાયેલ પ્લેબેક સિંગર લીપિકા નાગે જણાવ્યું હતું કે,મ્યુઝિક માનસિક મનોબળ મજબૂત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.દ્યણા સમયથી લોકો કોરોના થી માનસિક રીતે પીડાઈ રહ્યા છે.એવા સમયમાં તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે.લોકોમાં મ્યુઝીક ની મદદથી પોઝીટીવીટી લાવી શકાય છે. મ્યુઝીક થેરાપી ની મદદથી દ્યણા સિંગર અને મ્યુઝિશ્યનો કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે.મ્યુઝીક ડે ના આ વિશેષ લાઈવ સેશનના માધ્યમથી લોકો મ્યુઝીક ની મદદથી સ્ટ્રેસ ફ્રી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વેકિસનની મદદથી લોકો શારીરિક રીતે સ્વસ્થ અને સશકત બની ગયા છે પરંતુ 'મ્યુઝિકલ વેકિસન' ની મદદથી લોકો માનસિક સ્વસ્થ બને તેવા પ્રયાસ આ સેશનના માધ્યમથી કરવામાં આવ્યા હતા.

(12:52 pm IST)