Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ધ્રોલના વાગુદડ ગામે અસ્થિર મગજના અજાણ્યા શખ્શનું કુવામાં પડી જતા મોત

જામનગરમાં મોટરસાયકલ સવારનું અકસ્માતે મૃત્યુઃ વિજ કર્મચારીને માર માર્યો

જામનગર, તા.૨૫: ધ્રોલ તાલુકાના વાગુદડ ગામે રહેતા વિક્રમસિંહ બાબભા જાડેજા, ઉ.વ.–પ૧ એ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કોઈ અજાણ્યો રખડતો ભટકતો મેન્ટલ માણસ, ઉવ.આ.૩૦ થી ૪૦ વાળો મોટા વાગુદડ ગામમાં પાટડો સીમમાં વિક્રમસિંહ બાબભા જાડેજાની વાડીના કુવામાં પડી જતા પાણી માં ડૂબી જતા મૃત્યુ પામેલ છે.

 પંચ બી પોલીસ સ્ટેશનમાં રાજેશગીરી વસંતગીરી ગોસાઈ, ઉ.વ.૪ર, રે. લાલપુર બાયપાસ હરીધામ સોસાયટી પાછળ, આલાપ સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ચોકડી બાયપાસ પાસે  ફરીયાદી રાજેશગીરીના મોટાભાઈ મરણજનાર મનીષગીરી વસંતગીરી ગોસાઈ, ઉ.વ.૪પ તેનું જયુપીટર મોટસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–સી.કયુ.–૩૭રપ નું લઈ જતા હોય તે ઠેબા ચોકડી નજીક કોઈપણ અજાણ્યા વાહનના ચાલકે મોટર સાયકલ માં ઠોકર મારી પછાડી દઈ શરીરે ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્યાન મોત નિપજતા અજાણ્યા વાહન ચાલક નાશી જઈ  ગુનો કરેલ છે.

ફરજમાં રૂકાવટ કરી

 પંચ બી પોલીસ સ્ટેશનમાં કાન્તીલાલ વસરામભાઈ ખાણઘર, ઉ.વ.૩૬,  ધંધો : પી.જી.વી.સી.એલ.માં આસીસ્ટનટ તરીકે નોકરી રે. ગોકુલનગર રડાર રોડ, રામનગર શેરી નં.ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘુના ગામે, બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને ફરીયાદી કાન્તીલાલ પોતાની પી.જી.વી.સી.એલ. ની ફરજમાં નાઘુના ગામે ગયેલ હતા ત્યારે આ કામના ફરીયાદી કાન્તીભાઈ નાઘુના ભાગે બાબુભાઈની અનાજ કરીયાણાની દુકાને પાણી પીવા માટે ઉભા હતા ત્યારે આરોપી વિક્રમસિંહ  રે. નાઘુના ગામવાળા દુકાને બેઠા હતા. તેને ફરીયાદી કાન્તીલાલ ને કહેલ કે બે દિવસ પહેલા મારો ફોન કેમ ઉપાડેલ નહી તેમ કહી આરોપી વિક્રમસિંહે ફરીયાદી કાંન્તીભાઈને ગાળો બોલી મોઢા ઉપર ઝાપટ મારી પેટમાં મુંઢમાર મારી ફરીયાદી કાન્તીભાઈની સરકારી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.

મંુગણી ગામે મકાનમાં ૧૫૫ ચપટા સાથે બે શખ્સ ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  મુંગણી ગામ, આરોપી વિજયસિંહ જાલમસંગ કેર, રે. મુંગણી ગામ વાળો  મકાનમાં સ્પેશ્યલ વ્હીસ્કી ના ચપટા નંગ–૭૦, કિંમત રૂ.૭૦૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  મુંગણી ગામે  હિતેષ ઓઘળાભાઈ ચાવડા, મકાનમાં વ્હીસ્કી ના ચપટા નંગ–૮પ, કિંમત રૂ.૮પ૦૦/– ના દારૂના જથ્થા સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

આયુર્વેદીક હોસ્પિટલના ગેઈટ પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જી.જી.હોસ્પિટલની સામે, સત્યમ હોટલ બાજુ જતા આયુર્વેદીક હોસ્પિટલના ગેઈટ ની પાસે, જાહેરમાં આ કામના આરોપીઓ મનોજ દિપકભાઈ આસવાણી, આરીફ યુસુફભાઈ ધરાણા, સાજિદ ઈકબાલભાઈ રાજવાણી, રાજ દિપકભાઈ ડાભી, જયરાજસિંહ પ્રવિણચંદ્ર વાળા, સિઘ્ધરાજસિંહ હસુભા ઝાલા,  જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ,૭૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વામ્બે આવાસમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કેતનગીરી રતનગીરી ગોસ્વામી એ ફરીયાદ નોંધાવી છે કે,  વામ્બે આઠમાળીયા, આવાસના ભસીભ વિંગના પાર્કિંગમાં આ કામના આરોપીઓ અનસુયાબેન રમેશભાઈ અઘેરા, હીરૂબેન અશ્વિનભાઈ ભકડ, લલીતાબેન જીવણભાઈ ચૌહાણ, ચંપાબેન અરવિંદભાઈ કંટારીયા, ગીતાબેન નારણભાઈ, કારીબેન વાલાભાઈ તાવડા,  જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,૩૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)