Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમરેલી જીલ્લામાં ૩ જગ્યાએ જુગારના દરોડાઃ ૧ર શખ્સોની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રપ :  અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પોલીસે જુગારના દરોડાઓ પાડી ૧ર શખ્સોને રોકડ રૂ.રપ,૩૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

લાઠીના હરસુરપુર દેવળીયામાં જુગાર રમતા ગભાપાતા હાડગરળા, જગદીશ જાવદ, હાડ ગરળા સહિત ૬ શખ્સોને  હે. કોન્સ. એસ.કે.મકવાણાએ રોકડ રૂ.પ૬.ર૦ સાથે અમરેલી સાવરકુંડલા રોડ, મફત પલોટમાં પ્રવિણ રામજી પરમાર, અરવિંદ હરી રાઠોડ સહિત ચાર શખ્સોને પો. કોન્સ. રાહુલકુમારએ રોકડ રૂ.૧પ૩૦૦ સાથે સાવરકુંડલા બેટીયાવસમાં લાલજી સોમત બાંભણીયામાં, કના ચકુર બાંભણીયા પો. કોન્સ.ને મહેશભાઇ જાનીએ રોકડ રૂ.૪૪૪૦ સાથે ઝડપી પાડયા હતા. જયારે રેઇડ દરમિયાન ચાર શખ્સો નાસી છુટયા હતા.

(12:55 pm IST)