Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગૌહત્યા અને આહિર રેજીમેન્ટ મુદ્દે ખંભાળીયાના ગૌભકત મેરૂભાઈ જાગલએ મુંડન કરાવીને રોષ ઠાલવ્યોઃ આવેદન

ખંભાળીયાઃ ગૌહત્યા અને આહિર રેજીમેન્ટ મુદ્દે ચાલતા આંદોલનને ટેકો જાહેર કરવાની સાથે ખંભાળીયાના ગૌભકત મેરૂભાઈ જાગલએ પોતાના માથે મુંડન કરાવીને આવેદનપત્ર પાઠવ્યુ હતું અને આ અંગે તાકીદે યોગ્ય કરવા માંગણી કરી હતી. આહિર એકતા મંચ ગુજરાત દ્વારા હિન્દી ભાષામાં ખંભાળીયાના અધિકારીને આવેદનપત્ર પાઠવીને ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જા આપીને ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામાં આવે અને તેનામા જાતિઓના નામથી રેજીમેન્ટો છે એવી રીતે સેનામાં આહિર રેજીમેન્ટનું નિર્માણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. ખંભાળીયાના ગૌસેવક મેરૂભાઈ જાગલે દિલ્હીમાં જંતરમંતર ખાતે આહિર અગ્રણી અર્જુનભાઈ આંબલિયાના અનિશ્ચિત સમયના ધરણાને ટેકો આપ્યો છે.(તસ્વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(1:36 pm IST)