Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબીના યોગીનગર નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

ખુલ્લા ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ.૨૮૪૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા

મોરબીના યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ લખમણભાઈ સુનરા, રામસંગભાઈ મોહનસંગભાઈ બારૈયા અને કિશોરભાઈ લધુભાઈ કુંવરિયાને રોકડ રકમ રૂ.૨૮૪૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:48 pm IST)