Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબી : કામ પર જવાનું કહી યુવાન પરત ના ફર્યો : ફોન પણ બંધ આવતા પરિવારજનો ચિંતીત બન્યા

મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો યુવાન કામ પર જવાનું કહી ગયા બાદ પરતના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી બાદમાં મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો ભાવદીક હિમતલાલ શ્રીમાળી (ઉ.૧૯) ગત તા.૧૮ ના રોજ સવારે કામ પર જવાનું કહી પરત ફર્યો નાં હતો અને તેનો ફોન પણ બંધ આવતા પરિવારજનો ચિંતીત  બન્યા હતા જેથી બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો વધુમાં મળતી માહિતી મુજબ ભાવદીક શ્રીમાળી ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી હિન્દી ભાષા જાણતો હોવાની માહિતી મળી હતી

(10:51 pm IST)