Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબી તાલુકાના વિવિધ ગામોમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

બીજા દિવસે મોરબી તાલુકાના રફાળેશ્વર તેમજ રવાપર ની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ

મોરબી : રાજ્યમાં ભવ્યતાથી ઉજવાઇ રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે બીજા દિવસે મોરબી તાલુકાના રફાળેશ્વર તેમજ રવાપર ની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો
ગામમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા અંતર્ગત બીજા દિવસે રફાળેશ્વરની પાનેલી પ્રાથમીક શાળા તેમજ નવા મકનસર પ્રાથમિક શાળા, રવાપરની જોધપર નદી પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમ ની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે પંચાયત ગામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અધિકારી એમ.યુ. મોદન તથા રેન્જ ફોરેસ્ટ અધિકારી સંજયભાઈ ભરવાડે ભૂલકાઓ સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત કરી હતી તથા વાલીઓ સાથે શિક્ષણ વિશે વર્તાલાપ કર્યો હતો. ભૂલકાઓને કુમકુમ તિલક કરી કિટ તેમજ પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, સી.આર.સી દીપકભાઈ મેરજા, અગ્રણીઓ જેઠાભાઇ પારેઘી, કેતનભાઈ મારવણીયા મોટી સંખ્યામાં બાળકો શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:26 am IST)