Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબીમાં સરાણીયાવાસ પાસે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

મોરબીમાં સરાણીયાવાસ પાસે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ શકિત ચેમ્બર-૧ ની સામે સરાણીયાવાસ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી ગૌરાંગપરી ઉર્ફ ગૌરવ ભુપતપરી ગોસ્વામી રૂ. ર૫,૦૦૦ની કિંમતના હીરો સીડી ડીલકસ મો.સા રજી નંબર- જીજે.૩૬.એડી.૪૩૮૦ વાળામાં પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મેક ડોવેલ્સ નંબર-૧ કલેકશન ઓરીજનલ વ્હીસકી ૭૫૦ એમ.એલ. ફોર સેલ ઇન યુ.ટી. ચંદિગઢ ઓન્લી ની બોટલ નં-૪ એક ની કીમંત-૩૫૦/- લેખે ની કુલ કિ. રૂ-૧૪૦૦. મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરીને પ્રોહી એકટ કલમ-૬૫-એ. એ, ૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:36 pm IST)