Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કચ્‍છના આડેસર પાસેથી ૩૧ લાખનો દારૂ ભરેલ આઇસર ઝડપાયું

એક શખ્‍સની ધરપકડઃ ર શખ્‍સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.ર૪ : કચ્‍છના આડેસર નજીકથી ૩૧ લાખનો દારૂ ભરેલ આઇસર સહિત ૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે એક શખ્‍સની ધરપકડ કરી છે જયારે ર શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ મહા નિરીક્ષક જે. આર. મોથલીયા બોર્ડર રેન્‍જ ભુજનાઓ તરફથી બોર્ડર રેન્‍જ વિસ્‍તારમાં પ્રોહીબીશનની બદી નેસ્‍તનાબુદ કરવા સુચના આપેલ હોઇ. જે અનુસંધાને તેમજ પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી બી. એસ. સુથારની રાહબારી હેઠળ અત્રેની રેન્‍જની ટીમે આડેસર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલ જય હનુમાન ભોજનાલયની સામે હાઇવે રોડ પરથી આઇસર ટ્રક નં. જીજે-૦૩-બીડબલ્‍યુ.-૪૩ર૦ વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્‍ધ આડેસર પોલીસ સ્‍ટેશનમાં પ્રોહી. એકટની કલમ તળે ગુનો રજીસ્‍ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.પોલીસે ગોવિંદ કરનારામ પોટલીયા ઉ.વ.ર૭ રહે. ખારા રાઠોડાના તા. રામસર થાના રામસર ચોકી સીપાણી જી. બાડમેર રાજસ્‍થાનની ધરપકડ કરી છે. જયારે ગોપાલસિંહ સહિત ર શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર બી. એસ. સુથાર તથા એ. એસ. આઇ. કીરીટસિંહ બળદેવસિંહ તથા પો. હે. કો. ભાવીનભાઇ મેરામણભાઇ તથા જનકભાઇ ગોરધનભાઇ તથા પો. કો. હરપાલસિંહ હેમુભા તથા આડેસર પોલીસ સ્‍ટાફ માણસો નાઓએ સાથે રહી કરવમાં આવેલ હતી.

(11:10 am IST)