Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જુનાગઢ જિલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ ૮ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ ૩૮ ઇંચ વરસાદ

સવારથી વાદળછાયુ વાતાવરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જુનાગઢ જિલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ ૮ ઇંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ ૩૮ ઇંચ થવા પામ્‍યો છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં શુક્રવારે પણ ધીમી ધારે મેઘ મહેર રહી હતી. સવારે પુરા થયેલા ર૪ કલાક દરમ્‍યાન કેશોદમાં ૩૧ મી.મી., જુનાગઢ-૧પ મી. મી., ભેંસાણ-૭, મેંદરડા-૪ર, માંગરોળ-ર૭ મી. મી., તથા માણાવદરમાં ૧૩ મી. મી. વરસાદ થયો હતો.

જયારે માળીયા હાટીના ૧૬ મી.મી., વંથલી ર૦ અને વિસાવદર ખાતે ૧પ મી. મી. વરસાદ થતાં જિલ્લામાં ર૪ કલાકમાં કુલ ર૦૧ મી.મી. વરસાદ થયો હતો.

આ સાથે જિલ્લામાં અત્‍યાર સુધીનો વરસાદનો આંક વધીને ૯૪૪ મી. મી. (૩૮ ઇંચ) થયો છે. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છે.

(11:12 am IST)