Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઉપલેટાના તણસવા ગામની સીમમાં વીજળી પડતા બે બળદના મોત પંથકમાં એકથી બે ઇંચ વરસાદ

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૨૪ : કાલે સવારથી ઉકળાટ બાદ બપોર બાદ ઉપલેટા તથા ગામડાઓ વરસાદ શરૂ થયેલ હતો.

જે ૧ થી બે ઇંચ વરસાદ પડેલ હતો. જેમાં તાલુકાના ભાયાવદરમાં ૪૦ મી.મી. મોટી પાનેલી ૫૦ મી.મી. કોલી મી.મી., તથા નામોજ ડેમ ઉપર ૧૦ મી.મી. જ્‍યારે વેણુ ૨ ડેમ ઉપર ૨૦ મી.મી. વરસાદ પડેલ હતો.

 જ્‍યારે ઉપલેટામાં ૧૩ મી.મી. વરસાદ પડેલ હતો. મોસમનો કુલ વરસાદ ૩૪ મી.મી. થયેલ છે. તથા તાલુકાના તણસવા ગામની સીમમાં પટેલ જમનભાઇ પોલાભાઇ ગજેરાની વાડીએ વિજડી પડતા બે બળદના મોત થયેલ હતા. તણસવામાં ૩૦ મી.મી. વરસાદ પડેલ હતો. તાલુકાના ગામડાઓમાં ૧ થી બે ઇંચ વરસાદ નોંધાયેલ હતો.

(11:13 am IST)