Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જૂનાગઢમાં કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ

(વીનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૨૫ : મ્‍યુનિસિપલ કમિશનર રાજેશ એમ. તન્નાના માર્ગદર્શન હેઠળ આજથી શરૂ થયેલ શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રિદીવસીય શિક્ષણ સેવાયજ્ઞ અન્‍વયે આયોજિત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૨૨ના કાર્યક્રમમાં વિવિધ શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવેલ.

 આ તકે માનનીય મેયર ગીતાબેન પરમાર તેમજ આઈ.સી.ડીએસ. શાખાના પ્રોગ્રામ ઓફીસર વત્‍સલાબેન દવે વણઝારી પ્રા. શાળા, ઝાલોરાપા પે સેન્‍ટર શાળા અને મારી પ્રા. શાળા ખાતે ઉપસ્‍થિત રહી બાળકોને ઉત્‍સાહ પુર્વક શાળા પ્રવેશ અપાવી વળક્ષારોપણ  કરવામાં આવેલ છે. ઝાલોરાપા શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્‍સપોર્ટેશન યોજનાન ગીતાબેન દ્વારા લીલી ઝંડી આપી, શાળાથી ૧ કિલોમીટરથી વધુ દુર રહેતા બાળકોને શાળા સુધી લઈ આવવા માટેની યોજનાની શરૂઆત કરાવેલ છે. આ સાથે આંગણવાડીના બાળકોને પણ આંગણવાડી ખાતે પ્રવેશ કરાવવામાં આવેલ હતો. જિલ્લા કલેક્‍ટર ડો.આંબેડકરનગર પ્રા. શાળામાં લીરબાઈ નગર પ્રા. શાળા તેમજ પ્રાયોગિક પે સેન્‍ટર શાળા ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા જોષીપરા પે. સેન્‍ટર શાળા ખાતે તથા વીડી વિસ્‍તાર પ્રા. શાળા ખાતે શાષક પક્ષના દંડક કિરીટભાઈ ભીંભા ઉપસ્‍થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવેલ છે.

(11:13 am IST)