Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદર ઝુરીબાગ કોળી સમાજ દ્વારા અષાઢી બીજે ધ્‍વજારોહણ ધર્મસભા તેજસ્‍વી વિદ્યાર્થીઓનુ઼ સન્‍માન

પોરબંદરઃ ઝુરીબાગ કોળી સમાજ દ્વારા અષાઢી બીજે લક્ષ્મીનગરમાં રામદેવજી મહારાજનો ધ્‍વજારોહણ અને કોળી સમાજના તેજસ્‍વી છાત્રોનો સન્‍માન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે

ઝુરીબાગ સમસ્‍ત કોળી સેવા સમાજ તથા તાલુકા સમસ્‍ત કોળી સમાજ કર્મચારી મંડળના સંયુેકત ઉપક્રમે  આગામી તા.૧ જુલાઇ શુક્રવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલ પ્રાગાબાપા ભગતના આશ્રમ પાછળશ્રી સીંધીસમાજ ભવન ખાતે સમસ્‍ત કોળી સમાજનાં ૩૫૦ જેટલા તેજસ્‍વી તારલાનું સન્‍માન તથા સનાતન ધર્મના તારણહારને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના અંશ અવતાર નકલંક નેજાધારી શ્રીરામદેવજી મહારાજનો અષાઢી બીજે ૧૯મો ધ્‍વજારોહણ કાર્યક્રમનું ભવ્‍ય રીતે ઉજવવાનું આયોજન થયું છે.

તાલુકા સમસ્‍ત કોળી સમાજ કર્મચારી મંડળ તથા ઝુરીબાગ કોળી સેવા સમાજ, ઝુરીબાગ કોળી સમાજ યુવક મઁડળના સંયુકતઉપક્રમે સમાજમાં કુરિવાજો, વ્‍યસનો અને અંધશ્રધ્‍ધાઓને ત્‍યજવા અને કન્‍યા કેળવણીને પ્રાધાન્‍ય આપવાના ઉમદા હેતુસર ઝુરીબાગ કોળી સેવા સમાજના પ્રમુખશ્રી વલ્લભભાઇ બામણીયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારા આ ધાર્મિક ઉત્‍સવ મુખ્‍ય મહેમાન પદે નવાપરા ઘેડીયા કોળી સમાજ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ દેવાયતભાઇ વાઢીયા, અખિલ ભારતીય કોળી સમાજ રાજયના મંત્રી તથા પ્રભારી હેતલબેન વાજા, કેળવણીકાર સમાજરત્‍ન ડો. ઇશ્વરલાલ ભરડા તેમજ અતિથિ વિશેષ તરીકે તળપદા કોળી સમાજના પ્રમુખ દીપક ભાઇ ગોહીલ, અખિલ ભારતીય કોળી સમાજ પોરબંદર જિલ્‍લા પ્રમુખશ્રી કાળુભાઇ ભુવા, અખિલ ભારતીય જિલ્‍લા કોળી સમાજ યુવા પ્રમુખશ્રી લાખાભાઇ મોકરીયા, ઘેડ વિસ્‍તાર કોળી ેસમાજ યુવા પ્રમુખશ્રી રામભાઇ બગીચા સોરઠીયા રબારી સમાજના પ્રમુખ વિશ્વભાઇ ગરધર, સાંઇ ટકાર પરબના પ્રમુખશ્રી રામસીભાઇ બામણીયા, જયુબેલી કોળી સમાજના પ્રમુખશ્રી ભરતના રાઠોડ, ઇન્‍દિરાનગર કોળી સમાજના પ્રમુખશ્રી નિલેશભાઇ કામરીયા, નરસંગ ટેકરી કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ બામણીયા, માધવપુર કોળી સેવા સમાજના પ્રમુખશ્રી રમેશભાઇ કરગરીયા સહિત સાધુ સંતો મહંતો અને સમાજ શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે.

સનાતન ધર્મના તારણહાર અને દ્વારકાધીશ ભગવાનશ્રી કૃષ્‍ણના અંૅશ અવતાર નકલંગ નેજાધારી રામદેવજી મહારાજના ધ્‍વજારોહણનો કાર્યક્રમ યોજાશે. જેમાં ધ્‍વજારોહણ બપોરે ૪.૦૦ક કલાકે, ૫-૦૦ તેજસ્‍વી છાત્રો સન્‍માન સાંજે ૭ કલાકે મહાઆરતી, ૭.૩૦ સાંજે મહાપ્રસાદ રાત્રે ૧૦.૦૦ પાટોત્‍સવ જેમાં જાણીતા કલાકારોશ્રી રામસીભાઇ બામણીયા શ્રીમતી લાખીબેન બામણીયા સહિતના કલાકારો સંતવાણી પ્રસ્‍તુત કરશે આ કાર્યક્રમમાં સાધુ સંતો મહંતો અને ભકતોની હાજરી પ્રેરક રહેશે.

દાતા ભીખુભાઇ અરજનભાઇ સોલંકી અશોકભાઇ ભીખાભાઇ સોલંકી, કિશોર લાલજી બામણીયા, સંજયભાઇ સોલંકી કરશનાભાઇ જેઠાભાઇ જીતુભાઇ લાલજી બામણીયા, શ્રીવેદ કાન્‍તિલાલ સોલંકી નટુભાઇ બામણીયા, ભરતભાઇ બામણીયા તથા નારણભાઇ પૂજાભાઇ બામણીયાનું સન્‍માન કરાશે.

જેમાં ધો.૧૦-૧૨ સ્‍નાતક (ગ્રેજયુએટ) અનુસ્‍નાતક કક્ષાએ ૬૦ ટકા કે તેથી ઉપર ગુણ મેળવનારા તેમજ સંગીત કલા, સાહિત્‍ય, રમતગમત અને સેવાકીય ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારનું સન્‍માન કરવામાં આવશે તેજસ્‍વી વિદ્યાર્થીઓને દાતા નારણભાઇ પૂજાભાઇ બામણીયાના પિતા પૂંજાભાઇની સ્‍મૃતિમાં ૩૫૦ જેટલાઓને ચાંદીના મેડલ તથા પૂર્વ કાઉન્‍સિીલર અને સમાજ શ્રેણી નટુભાઇ કાનજીભાઇ બામણીયાના ધર્મપત્‍નિ સ્‍વ. જયાબેન બામણીયાની સ્‍મૃતિમાં તેમના પુત્ર પૂર્વ કાઉન્‍સીલર અને કેબલ ડીસના માલીક ભરતભાઇ બામણીયા તથા બામણીયા પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ જનરલ નોલેજની બુક રોકડ પુરસ્‍કાર પ્રશસ્‍ય પ્રમાણપત્રથી મહાનુંભાવોના હસ્‍તે સન્‍માનિત કરાશે

ઝુરીબાગ કોળી સમાજ યુવક મંડળના પ્રમુખશ્રી ભરતભાઇ સોલંકીના માર્ગદર્શન તળે યુવા હોદ્દેદારો સર્વશ્રી કીરીટભાઇ સોલંકી, શૈલેષભાઇ બામણીયા, રાજશીભાઇ બગીયા નાનજીભાઇ સોલંકી, હરીશભાઇ ભૂવા ગિરીશ બામણીયા સહિતના ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:14 am IST)