Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાવરકુંડલા પંથકમાં સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ

(દિપક પાંધી દ્વારા) સવારકુંડલા તા. રપ :.. શહેર અને પંથકમાં ગુરૂવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્‍યા બાદ બીજા દિવસે શુક્રવારે આખો દિવસ ભારે બફારા બાદ સાંજના ૪.૩૦ કલાકે ફરી ધોધમાર વરસાદ વરસતા ફકત ૪પ મીનીટમાં ર૬ મી. મી. (એક ઇંચ ઉપર) વરસાદ વરસી ગયો છે. ધોધમાર વરસાદને પગલે શહેરની ગલીઓમાં નદિ માફક પાણી ફરી વળ્‍યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(11:15 am IST)