Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાણા રોજીવાડામાં શાળા પ્રવેશોત્‍સવ

પોરબંદર : જિલ્લાના રાણા રોજીવાડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા હસ્‍તે રાણા રોજીવાડા પ્રાથમિક શાળા તથા સીમ શાળા બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. પ્રવેશોત્‍સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુબેન, વનરાજભાઈ કારાવદરા, સરપંચ  પુંજાભાઈ ગોરફાડ, એસ.એમ.સી અધ્‍યક્ષ અરવિંદભાઈ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. બાળકોને શાળા પ્રવેશોત્‍સવ કરાવ્‍યો તે તસ્‍વીર.

(11:15 am IST)