Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જામકંડોરણામાં કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ

 (મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૨૫ :  તાલુકામાં  તા.૨૩ થી રપ ત્રણ દિવસ ચાલનારા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવનો પ્રારંભ થયો હતો. આ મહોત્‍સવમાં નિયુક્‍ત કરવામાં આવેલ જીલ્લા તાલુકા કક્ષાના મહાનુભાવો તેમજ લાયઝનોની હાજરીમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધો.૧ માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. ઈન્‍દિરાનગર પ્રા.શાળામાં પ્રથમ દિવસે કુલ ૨૯ બાળકોએ  ધો.૧ માં પ્રવેશ મેળવ્‍યો હતો. આ પ્રસંગે જીલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ઈજનેર પી.જી.વી.સી.એલ., બી.આર.સી.કો.ઓ. સંજયભાઈ બોરખતરીયા, સી.આર.સી.કો.ઓ. ઉમેદભાઈ વાળા, મામલતદાર કચેરીના પ્રશાંતભાઈ મહેતા, બાવનજીભાઈ બગડા સહિતના હાજર રહયા હતા.

 તાલુકાના સાજડીયાળી તેમજ ધોળોધાર ગામ પ્રા.શાળામાં રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઈ બાલધા, ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા, સરપંચ સુરેશભાઈ રાણપરીયા,સહિતના આગેવાનો તેમજ અધિકારીઓના હસ્‍તે પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. તાલુકામાં પ્રથમ દિવસે કુલ ૨૮૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો હતો.

(11:18 am IST)