Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદર ભાજપ દ્વારા બલિદાન દિનની ઉજવણી

પોરબંદર : ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા બુથ લેવલ સુધી ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી ની પ્રતિમા ઉપર પુષ્‍પાંજલિ આપવામાં આવી હતી અને સાંજે ભાજપ કાર્યાલય ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં પ્રદેશ ગ્રંથાલય નિર્માણ સંયોજક વિજય ભાઈ થાનકી દ્વારા ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીનું જીવન ચરિત્ર ઉપર વ્‍યાખ્‍યાન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પોરબંદર ભાજપના મોટી સંખ્‍યામાં કાર્યકર્તા ઓ જોડાયા હતા. બલિદાન દિનની ઉજવણીની તસ્‍વીર.

(11:18 am IST)