Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

‘‘માનવતા માટે યોગ'' થીમ સાથે યોગ દિવસ ઉજવણી

ગારીયાધાર  : તાલુકા વહીવટી તંત્ર દ્વારા એમ.જે પટેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ પરવડીના સહયોગથી માનવતા માટે યોગ થીમ સાથે આંતર રાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી સાંસ્‍કૃતિક ભવન-પરવડી ખાતે કરવામાં આવેલ હતી. મામલતદાર સિધ્‍ધરાજસિંહ વાળા અને પી.એસ.આઇ.  ધ્રાંગુના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગારીયાધર મામલતદાર કચેરી સ્‍ટાફ, તાલુકા પંચાયત, પોલીસ સ્‍ટાફ, ફોરેસ્‍ટ કચેરી સ્‍ટાફ, મેડીકલ સ્‍ટાફ તથા પરવડી ગ્રામજનો અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગારીયાધાર આર્ટ ઓફ લિવીંગના સભ્‍યોએ યોગની વિવિધ ક્રિયાઓથી બધાને વાકેફ કર્યા હતા. આભારવિધિ આચાર્ય એમ.ડી. પરમારે કરી હતી. (તસ્‍વીર - અહેવાલ : ચિરાગ ચાવડા  ગારીયાધાર  )

(11:24 am IST)