Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અંજાર તાલુકાના મોડસર ગામમાં PGVCLની વિજિલન્‍સ ટીમ પર ૩૫ જેટલા ખેડૂતો દ્વારા હુમલો કરાયો

વીજ કર્મચારીને માર મારી હાથા પાઈ કરી મારી નાખવાની રીતસર ધમકી આપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૨૫ : અંજાર તાલુકાના મોડસર ગામમાં PGVCLની વિજિલન્‍સ ટીમ પર ૩૫ જેટલા ખેડૂતો દ્વારા હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. PGVCLના ૩ કર્મચારીઓ ઉપર ૩૦ થી ૩૫ જણા ખેડૂતોના ટોડા દ્વારા હુમલો થયો હોવાની જાણકારી મીડિયા સમક્ષ આપી હતી.

 PGVCLના નાયબ એન્‍જિનિયર ખંભાળિયાના અધિકારી ધર્મેશ કાનજી જેઠવા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા કહ્યું હતું કે, PGVCL ખંભાળિયાના અધિકારીને બાતમી મળી હતી કે મોડસર બાજુ ઇન્‍ડસ્‍ટ્રીઝનો એક રાજકોટ મશીનરીનો કેશ હતો જે ચેક કરવા અધિકારીઓ જતા હતા ત્‍યારે એક વાડીમાંથી વીજ ચોરી થતી હતી જે ચેક કરતા ત્‍યાં એક સાથે ૩૦ થી વધુ ખેડૂતો એકઠા થઇ ગયા અને વીજ કર્મચારીને માર મારી હાથા પાઈ કરી મારી નાખવાની રીતસર ધમકી આપી હતી જેના કારણે PGVCLના અધિકારી એટલી હદે ડરી ગયા કે નોકરી પડતી મૂકી દે તેવું મીડિયાને જણાવ્‍યું હતું.

(11:27 am IST)