Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જામનગરના મોટા વડાળામાં ૩, સમાણા-ર, વાંસજાળીયા-ધુતારપુરમાં દોઢ ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અમુક જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપઃ જામનગર જીલ્લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

જેમાં કાલાવડ તાલુકાનાં મોટા વડાળામાં ૩ ઇંચ તથા ભ. ભેરાજા અને ખરેડીમાં ૧ ઇંચ જયારે નવાગામ, મોટા પાંચ દેવડા, નિકાવામાં વરસાદી ઝાપટા પડયા છે.

જયારે જામનગર જીલ્લાના ધુતારપુરમાં દોઢ ઇંચ તથા જામ વંથલીમાં ઝાપટા વરસ્‍યા છે.

ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી અને લૈયારામાં ઝાપટા પડયા છે.

જામજોધપુરનાં વાંસજાળીયામાં દોઢ તથા સમાણામાં ર ઇંચ તથા ધ્રાફા, પરડવા શેઠ વડાળા, જામવાડીયા એક ઇંચ તથા ધુનડામાં અડધો ઇંચ વરસ્‍યો છે.

 લાલપુર તાલુકાના ડબાસંગમા એક ઇંચ તથા પીપરટોડા, ભણગોર, મોટા ખડવા મોડપરમાં ઝાપટા પડયા છે. 

(12:05 pm IST)